By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    20 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડાપ્રધાન મોદીના હસ્તે ભક્તિનગર સ્ટેશન સહિત ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વડાપ્રધાન મોદીના હસ્તે ભક્તિનગર સ્ટેશન સહિત ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

Editor
Last updated: 2026/07/18 at 5:04 PM
4 days ago
Share
વડાપ્રધાન મોદીના હસ્તે ભક્તિનગર સ્ટેશન સહિત ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
SHARE

વડાપ્રધાન મોદીના હસ્તે ભક્તિનગર સ્ટેશન સહિત ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

રાજકોટમાં મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ભક્તિનગર સ્ટેશનનું લોકાર્પણ તથા તક્તી અનાવરણ સંપન્ન

ભક્તિનગર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ થતા પ્રવાસીઓની યાત્રા વધુ સુખદ, આરામદાયક અને સુરક્ષિત બનશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજ રોજ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ૨૦ રાજ્યોમાં આવેલા ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે અન્વયે રાજકોટ શહેરમાં રૂ. ૨૬.૮૦ કરોડના ખર્ચે પુનઃ વિકસિત ભક્તિનગર સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ભક્તિનગર સ્ટેશનનું લોકાર્પણ તથા તક્તી અનાવરણ કરાયું હતું.

આ અવસરે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, “ઐતિહાસિક રેલવે સ્ટેશનો પૈકી એક એવા ભક્તિનગર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ થતા પ્રવાસીઓની યાત્રા વધુ સુખદ, આરામદાયક અને સુરક્ષિત બની શકશે, જે રાજકોટ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. વર્ષ ૨૦૧૪ પછી સમગ્ર દેશમાં રેલવે સહિતના ક્ષેત્રોની દશા અને દિશા બદલવાનો સકારાત્મક પ્રારંભ થયો છે, જેનાથી દેશના વિકાસને ગતિ મળી છે. આજે ટેક્નોલોજીના ઉપયોગને કારણે અનેક નવી અત્યાધુનિક ટ્રેનો દોડવાની શરૂઆત થઈ છે અને મુસાફરોની સગવડોમાં પણ વધારો થયો છે. ડબલ એન્જિનની સરકારના નેતૃત્વમાં આપણું રાજ્ય અવિરત પ્રગતિ કરી રહ્યું છે.” મંત્રીશ્રીએ આગામી સમયમાં આપણો દેશ અને ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે, તેમ જણાવી ૨૦૪૭માં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે દરેક નાગરિકને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

મેયર નેહલભાઈ શુક્લે કહ્યું હતું કે, “આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બની રહ્યા છે, ત્યારે સ્ટેશનની સુંદરતાને જાળવી રાખવા માટે આપણે એક નાનો પણ મક્કમ સંકલ્પ લેવો જોઈએ – સ્ટેશન કે જાહેરમાં ક્યાંય પણ કચરો ન ફેંકવો. કાગળની ચિઠ્ઠી હોય કે વેસ્ટ રેપર, તેને કચરાપેટી કે ખિસ્સા કે બેગમાં રાખીએ, પણ જાહેરમાં ન નાખીએ. ત્યારે આપણા રાજકોટને હજી વધુ વિકસિત બનાવવા અને સમગ્ર ગુજરાત વિશ્વકક્ષાએ એક ડેવલપ સ્ટેટ તરીકે ઉભરી આવે, તે માટે સ્વચ્છતાના સંકલ્પને વધાવીએ.”

ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, “આજે આપણા દેશમાં રેલવે ક્ષેત્રે અનોખો વિકાસ અને વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે. વર્ષ ૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે શોભાયમાન થયા, ત્યારથી રેલવે વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશને વંદે ભારત, મેટ્રો અને બુલેટ ટ્રેન જેવી અત્યંત આધુનિક ટ્રેનો, વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા સ્ટેશનો મળ્યા છે. ત્યારે એવું કહી શકાય કે સાચો વિકાસ એ જ છે, જેનો સીધો લાભ સામાન્ય લોકોને મળે છે.”

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, “આજે દેશભરના ૭૫થી વધુ રેલવે સ્ટેશનોનું લોકાર્પણ થઈ રહ્યું છે, જે વિકસિત ભારતના રોડમેપને સાકાર કરે છે. વડાપ્રધાને દેશના વિકાસ માટે આધુનિક સુવિધાઓ આપીને રેલવે ક્ષેત્રે ક્રાંતિ લાવી છે. માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો એ આજના સમયની માંગ છે ત્યારે આપણે સૌએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. રેલવેની મુસાફરી આર્થિક રીતે ફાયદાકારક હોવાની સાથે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર સતત આગળ વધી રહી છે, ત્યારે આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં સહભાગી બનીએ.”

પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડી.આર.એમ. ગિરિરાજકુમાર મીનાએ શાબ્દિક સ્વાગત અને જનસંપર્ક નિરીક્ષક વિવેકભાઈ તિવારીએ સંચાલન કર્યું હતું. યુવાનોએ ગણેશ સ્તુતિ નૃત્ય, રાસ, હર હર ગંગે ગીત પ્રસ્તુત કર્યા હતાં. આ કાર્યક્રમના અનુસંધાને ગત તા. ૧૨થી તા. ૧૫ દરમિયાન આયોજિત વિકસિત રેલવે વિષયક ચિત્ર, નિબંધ અને સેલ્ફી સ્પર્ધાઓમાં ભાગ લેનારી દરેક શાળાના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતાં. આ પ્રસંગે ઉપસ્થિતોએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમ તથા અમૃત ભારત સ્ટેશન યોજનાની શોર્ટ ફિલ્મ નિહાળી હતી.

આ તકે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીના, પી.આર.ઓ. હેમરાજ મીના, ચીફ કોમર્શિયલ મેનેજર (યાત્રી સેવા) સ્વપ્નિલ વાલીંજકર, માધવભાઈ દવે સહિત અગ્રણીઓ, રેલ્વે સ્ટાફ અને મુસાફરો ઉપસ્થિત રહ્યાં હતાં.

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દમણથી પોરબંદર ટ્રકમાં જતો 34 લાખનો દારૂ ઝડપી લેતી ગ્રામ્ય LCB
રાજકોટ

દમણથી પોરબંદર ટ્રકમાં જતો 34 લાખનો દારૂ ઝડપી લેતી ગ્રામ્ય LCB

Editor By Editor 4 days ago
મહિલા સાથે ધમકી, ગાળાગાળી બાદ કાર પર પથ્થરમારો
રાજકોટ પેડક રોડની ફાયર વિભાગો સીલ કરેલી ન્યુ ફ્લોરા સ્કૂલ મંજૂરી વગર ઘરમાં ધમધમવા લાગી!
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી જામીન પર છૂટીને ફરાર થયેલો પોક્સોનો આરોપી શાપર નજીકથી ઝડપાયો
માલધારી–કોઠારીયા ફાટક વચ્ચે ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?