જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ દ્વારા ઈન્ટર ક્લાસ ચેસ સ્પર્ધા યોજાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
જે.જે. કુંડલિયા કોમર્સ કોલેજ, રાજકોટ દ્વારા તાજેતરમાં કોલેજ કેમ્પસમાં ઈન્ટર ક્લાસ ચેસ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિબેન ગણાત્રા, શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ. એચ.આર. ભાલીયા, ઓફિશિયલ તરીકે કોલેજના અંગ્રેજી વિભાગના હેડ ડૉ. રાજેશભાઈ મહેતા અને રેહાન બિલખિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રસાકસીભરી રમતો બાદ ખેલાડીઓ વિજેતા થયા હતા. આ સ્પર્ધામાં ભાઈઓ વિભાગમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર જાવદ જયરાજ અને છાટબાર પ્રણવ તથા બહેનો વિભાગમાં પ્રથમ અખીયાણીયા નેહલ અને દ્વિતીય ક્રમે આવનાર ઠુમ્મર સ્નેહા આગામી દિવસોમાં યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટમાં કોલેજનું પ્રતિનિધિત્વ કરશે. કોલેજના ટ્રસ્ટી ડૉ. અલ્પનાબેન ત્રિવેદી, ડૉ. યજ્ઞેશભાઈ જોષી તથા પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિબેન ગણાત્રાએ તમામ સહભાગી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્પર્ધામાં પણ સારું પરિણામ આપી કોલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટનું સફળ સંચાલન કોલેજના પી.ટી.આઈ ડૉ. એચ.આર. ભાલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.


