- ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત
- સાફસફાઇ ક્યાંય જોવા મળતી નથી
- ડાકોરના રહેશો લાખો કરોડો રૂપિયા નો ટેક્સ ભરવા છતાં પાયાની સુવિધાઓથી વંચિત
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે યાત્રાધામ ડાકોરમાં તહેવારોને લઈને ભાવિક ભક્તો રાજા રણછોડરાયના દ્વારે દર્શને આવતા હોય છે. ત્યારે ડાકોરના રોડ-રસ્તા ઉપર ઉભરાતી ગટરોના ગંદા પાણી ફરી વળ્યા છે. જેના કારણે ડાકોર ગામના દરેક રસ્તા ઉપર ગંદા પાણી રેલાયા છે. ગટરના ખુલ્લા ઢાંકણા ગમે ત્યારે મોટી હોનારત સર્જાશે.
ડાકોર નગરપાલિકા ડાકોરના રહેશો લાખો કરોડો રૂપિયા નો ટેક્સ ભરવા છતાં પાયાની સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. જો ડાકોર નગરપાલિકા સત્વરે ગટરના ગંદા પાણી જે તે સોસાયટી કે ફ્ળીયામાં બંધ નહી કરે તો વોર્ડ નં 3.5.6.7ના રહીશો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું તેવું સ્થાનિકો જણાવે છે. વોર્ડ નં.7ના રહીશ નિમેષભાઈ જણાવે છે કે અમારી ભાવિક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાય છે 50 જેટલા મકાનોમાં રહેતા રહિશોમાં રોગચાળો ફેલાશે તેવી દહેશત ઉભી થઇ છે. આ બાબતે ડાકોર નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર સંજયભાઈ કહ્યું કે હું વોર્ડ નં 7 માં ભાવિક સોસાયટીમાં જે ગટરો ઉભરાય છે તે બાબતે સફાઈ કર્મચારીને મોકલીને બંધ કરી દેવામાં આવશે


