By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: 120 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી તસ્કરો 1.20 લાખના રિમોટ રેડિયો યુનિટ ઉઠાવી ગયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

120 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી તસ્કરો 1.20 લાખના રિમોટ રેડિયો યુનિટ ઉઠાવી ગયા

Editor
Last updated: 2026/08/11 at 4:01 PM
51 minutes ago
Share
120 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી તસ્કરો 1.20 લાખના રિમોટ રેડિયો યુનિટ ઉઠાવી ગયા
SHARE

120 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી તસ્કરો 1.20 લાખના રિમોટ રેડિયો યુનિટ ઉઠાવી ગયા

શાપરના ખોડીયારનગરમાં રાત્રિના અંધારામાં ટાવર પર ચઢી કેબલ કાપી ચોરી; સિક્યુરિટી ટીમના ધ્યાને આવતા પોલીસ ફરિયાદ

અગ્ર ગુજરાત, રાજકોટ

શાપર-વેરાવળના ખોડીયારનગર વિસ્તારમાં તસ્કરોએ જાણે ઊંચાઈનો પણ ડર ન હોય તેમ 120 ફૂટ ઊંચા મોબાઇલ ટાવરને નિશાન બનાવી રૂ.1.20 લાખની કિંમતના બે રિમોટ રેડિયો યુનિટ ચોરી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ ટાવરની ફેન્સિંગ ઓળંગી ઉપર ચઢીને કેબલ કાપી કિંમતી સાધનો કાઢી લીધા હતા. ઘટનાની જાણ થતાં સિક્યુરિટી ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ આગળ ધપાવતા તસ્કર ટોળકી સુધી પહોંચ્યાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ, રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશસિંહ શ્યામસિંહ રાજપૂત આર.એસ. સિક્યુરિટી કંપનીમાં રાજકોટ જિલ્લા ટીમ લીડર તરીકે ફરજ બજાવે છે. ઇન્ડસ કંપની દ્વારા ઉભા કરવામાં આવેલા મોબાઇલ ટાવરોની સુરક્ષા માટે પેટ્રોલિંગની જવાબદારી તેમની ટીમને સોંપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આવા સાત જેટલા ટાવર તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.
દરમિયાન રાત્રિના સમયે દિનેશસિંહ તેમના ડ્રાઇવર યુવરાજસિંહ રાણા સાથે મોટામવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે રાત્રે આશરે સવા ત્રણ વાગ્યે સિક્યુરિટી ટીમના ટેલિગ્રામ ગ્રુપમાં ચીફ પ્રકાશભાઇ વાળંદનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં ટાવર આઇડી IN1269639 પર પહોંચી તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ ટાવર શાપર-વેરાવળના ખોડીયારનગર વિસ્તારમાં આવેલો હોવાથી દિનેશસિંહે તાત્કાલિક સુપરવાઇઝર મહેશકુમાર શ્રીમાળીને ફોન કરી સ્થળ પર પહોંચી તપાસ કરવા જણાવ્યું હતું. સુપરવાઇઝરે ટાવર પર તપાસ કરતાં ગંભીર ચોરીનો ભાંડો ફૂટ્યો હતો.
ટાવર પર વિવિધ ટેલિકોમ કંપનીઓ દ્વારા રિમોટ રેડિયો યુનિટ લગાવવામાં આવેલા હોય છે. આ સાધનો સાથે છેડછાડ થાય અથવા તેને કાઢવામાં આવે તો એલાર્મ સક્રિય થવાની વ્યવસ્થા હોય છે. તેમ છતાં તસ્કરોએ તકેદારીપૂર્વક કેબલ વાયર કાપી નોકિયા કંપનીના બે રિમોટ રેડિયો યુનિટ કાઢી લીધા હતા.
ટાવર પર લગાવેલા બંને યુનિટ ગાયબ હોવાનું ધ્યાનમાં આવતા આસપાસ તપાસ કરવામાં આવી હતી. બાદમાં જાણવા મળ્યું કે તસ્કરો ટાવરની આસપાસની તાર ફેન્સિંગ ઓળંગીને અંદર ઘૂસ્યા હતા અને ત્યારબાદ 120 ફૂટની ઊંચાઇએ ચઢીને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરાયેલા બંને યુનિટની કુલ કિંમત અંદાજે રૂ.1.20 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે સિક્યુરિટી ટીમના દિનેશસિંહ રાજપૂતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ટાવર જેવી ઊંચી અને જોખમી જગ્યાએ ચઢીને ચોરી કરનાર ટોળકી સુધી પોલીસ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હવે આ ટોળકીએ અન્ય કયા ટાવરોને નિશાન બનાવ્યા છે અને ચોરીનો મુદ્દામાલ ક્યાં ખસેડ્યો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

You Might Also Like

ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન

રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે

રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ

GTUના પૂર્વ VC ડો.નવીનભાઈ શેઠ દ્વારા વિકસિત ભારત: શિક્ષણની ભૂમિકા અંગે સંવાદ

સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રોજિંદી વસ્તુઓ મોંઘી બનતા સામાન્ય પરિવારના ઘર ખર્ચનું સંચાલન બગડયું
અમદાવાદ

રોજિંદી વસ્તુઓ મોંઘી બનતા સામાન્ય પરિવારના ઘર ખર્ચનું સંચાલન બગડયું

Editor By Editor 3 days ago
રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ
સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ
ધોકા સાથે ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકર્તાઓનો આતંક
સુરત ડિમોલેશન પ્રકરણમાં મનપા સામે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?