By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    4 days ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 week ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જિલ્લામાં ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનું કૌભાંડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાજકોટ જિલ્લામાં ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનું કૌભાંડ

Editor
Last updated: 2026/08/12 at 4:37 PM
3 months ago
Share
રાજકોટ જિલ્લામાં ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનું કૌભાંડ
SHARE

રાજકોટ જિલ્લામાં ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનું કૌભાંડ

લિવિંગ સર્ટિફિકેટ એક સ્કૂલનું, પરિણામ બીજી સ્કૂલના નામે; બે વર્ષથી દસ્તાવેજ સુધારવા વાલી ધક્કા ખાય છે — DEO કચેરીની કામગીરી સામે ગંભીર સવાલો

જેતપુરનો છાત્ર બન્યો અણધડત વ્યવસ્થાનો ભોગ : કોંગ્રેસના આક્ષેપથી ખળભળાટ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં ડમી સ્કૂલો અને બોગસ એડમિશન સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જેતપુરના વિદ્યાર્થી દેવ પ્રદુલભાઈ યાદવનો કિસ્સો શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે. પરિવારના જણાવ્યા મુજબ, વર્ષ 2022-23માં ધોરણ 11-12 માટે જેતપુરની એપ્સિલોન સાયન્સ એકેડેમીમાં વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો. રૂ.80,000ની સ્કોલરશીપ આપવાની લાલચ આપવામાં આવી હોવાનું વાલી જણાવે છે. એકેડેમી માત્ર ક્લાસીસ સ્વરૂપે ચાલતી હતી અને વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ શ્રીજી વિનય મંદિર, જેતપુર ખાતે રાખવામાં આવ્યું હતું.

ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો. વિદ્યાર્થીના પરિણામમાં શ્રી કમરીબાય હાઈસ્કૂલ, જેતપુરનું નામ દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે લિવિંગ સર્ટિફિકેટ અન્ય શાળાનું હતું. આમ, વિદ્યાર્થીના શૈક્ષણિક દસ્તાવેજોમાં અલગ-અલગ સ્કૂલોના નામ સામે આવતા ગંભીર વિસંગતતા સર્જાઈ છે. વાલીએ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી. પરંતુ વાલીના જણાવ્યા મુજબ, સંબંધિત સ્કૂલ અને સમગ્ર વ્યવસ્થાની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને નિયમિત પરિણામ મળ્યા બાદ જે સ્કૂલનું નામ પરિણામમાં દર્શાવવામાં આવ્યું હતું ત્યાં “રીપીટર” તરીકે પ્રવેશ લેવાનો આદેશ કરવામાં આવ્યો. અર્થાત્, જે વિસંગતતા વિદ્યાર્થીની ભૂલ વિના સર્જાઈ હતી તેના માટે જવાબદાર વ્યવસ્થા સામે કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને જ ફરીથી તે જ વ્યવસ્થાનો ભોગ બનાવવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.

વાલીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીને શ્રીજી વિનય મંદિર, જેતપુરનું વર્ષ 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તપાસ કરતાં આ શાળા સરકારી રેકોર્ડ મુજબ વર્ષ 2019માં બંધ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હોવાનું વાલી જણાવે છે. આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત શાળાને રૂ.1.50 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું પણ પરિવાર જણાવે છે. તેમ છતાં વિદ્યાર્થીના દસ્તાવેજોની વિસંગતતા હજુ સુધી દૂર થઈ નથી. વાલીનો આક્ષેપ છે કે છેલ્લા બે વર્ષથી તેઓ દર મહિને અનેક વખત જેતપુરથી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ફી એપ્સિલોનના સંચાલકના ખાતામાં ભર્યાના પુરાવા પણ પરિવાર પાસે હોવાનું જણાવાયું છે.

રોહિતસિંહ રાજપૂત : “વિદ્યાર્થીની ભૂલ નથી તો સજા વિદ્યાર્થીને કેમ?”

કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “અમે ડમી સ્કૂલો અને બોગસ એડમિશનનો વિરોધ એટલા માટે કરીએ છીએ કે કેટલાક સંચાલકોના સ્વાર્થનો ભોગ અંતે વિદ્યાર્થી બને છે. આ કિસ્સામાં તો હદ થઈ ગઈ છે. વિદ્યાર્થીની ભૂલ વગર તેના દસ્તાવેજોમાં અલગ-અલગ સ્કૂલોના નામ આવ્યા અને ફરિયાદ કરવા છતાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને જ રીપીટર તરીકે ફરી પ્રવેશ લેવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનો વાલીનો આક્ષેપ છે. મારો સીધો સવાલ શિક્ષણ વિભાગને છે — ભૂલ કોણે કરી અને ભોગ વિદ્યાર્થી કેમ બને? ડમી સ્કૂલ ચલાવનાર સામે કાર્યવાહી કરવાની જગ્યાએ વિદ્યાર્થીને જ ફરી એ જ વ્યવસ્થામાં ધકેલવો એ કેવો ન્યાય? બંધ થઈ ગયેલી હોવાનું જણાવાતી શાળાના નામે વર્ષ 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ કેવી રીતે આવ્યું તેની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો આ આક્ષેપો સાચા હોય તો જવાબદારી માત્ર સંચાલકની નહીં, પરંતુ સમગ્ર પ્રક્રિયાની તપાસ કરીને સંબંધિત અધિકારીઓની પણ નક્કી થવી જોઈએ. વાલીને પૈસા નથી જોઈતા, પોતાના બાળકના સાચા અને કાયદેસર દસ્તાવેજો જોઈએ છે. અમે આ વિદ્યાર્થીને ન્યાય અપાવવા તેની સાથે છીએ. જરૂર પડશે તો શિક્ષણમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીશું અને સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરીશું.”

જિલ્લા શિક્ષણ વિભાગ પાસે માંગણી

– વિદ્યાર્થીના શૈક્ષણિક દસ્તાવેજોની ચકાસણી કરી વિસંગતતા દૂર કરવા

– લિવિંગ સર્ટિફિકેટ અને ધો.12ના પરિણામમાં અલગ-અલગ સ્કૂલના નામ કેવી રીતે આવ્યા તેની તપાસ

– 2019માં બંધ થયેલી હોવાનું જણાવાતી શાળાના નામે 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યું તેની તપાસ

– વિદ્યાર્થીને રીપીટર તરીકે પ્રવેશ લેવાનો આદેશ કયા નિયમ હેઠળ કરવામાં આવ્યો તેની સ્પષ્ટતા

– ડમી સ્કૂલ/બોગસ એડમિશન અંગે જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી

– વિદ્યાર્થીના ભવિષ્યને નુકસાન ન થાય તે રીતે તાત્કાલિક અધિકૃત દસ્તાવેજ સુધારણા કરવામાં આવે.

You Might Also Like

 BAPS સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન અને નૂતનવર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ યોજાશે  

હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો

ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ જિલ્લામાં ચાર અલગ-અલગ કરુણ બનાવોમાં માસૂમ બાળક સહિત ચારનાં મોત
ગુજરાતરાજકોટ

રાજકોટ જિલ્લામાં ચાર અલગ-અલગ કરુણ બનાવોમાં માસૂમ બાળક સહિત ચારનાં મોત

Editor By Editor 6 days ago
લીલીયાના ગુંદરણ ગામે બે મજૂરોના હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ
ગીરમાં જળસંકટ, વન્યજીવો માટે પાણીની અછત
 શ્રી જયાનંદધામ ખાતે ૮ નવેમ્બરના રોજ ઘંટાકર્ણવીર દેવના હવન અને પૂજનનું આયોજન
વેરાવળના છાત્રએ મેડિસીન અભ્યાસમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?