ફરાળી લોટ-પેટીસના ૧૨ નમૂના લેવાયા, ૫3 કિલોનો નાશ
3૭ પેઢીમાં મનપાનું ફૂડ વિભાગ ત્રાટકયું, પાંચ વેપારીને લાયસન્સ બાબતે નોટીસ : વહિવટી ચાર્જની વસુલાત
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમજ ભેળસેળ અને ગંદકી કરતાં એકમો સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 37 પેઢીની તપાસ કરવામાં આવેલ તેમાંથી 53 Kg અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન 5 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.6,500/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તેમજ FSS-એક્ટ હેઠળ 12 ફરાળી પેટીસ/ફરાળી લોટ ના નમૂના લેવામાં આવેલ.
મયુર રેસ્ટોરન્ટ, શ્રીરામ ડેરી ફાર્મ, મયુર ફરસાણ, શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ, ખોડીયાર પ્રોવિઝન સ્ટોર, ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ, ચામુંડા ફરસાણ, ભવાની ગાંઠિયા, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, જય સીતારામ ડેરી ફાર્મ, મહાદેવ ફરાળી પેટીસ, કૃષ્ણનગર મેઇન રોડ, ઋતુરાજ ફાસ્ટ ફૂડ, દ્વારકાધીશ સિઝન સ્ટોર, ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા, મયુર ભજીયા, પેડક રોડ, ફરાળી લોટ સેમ્પલ., એ-વન સ્પેશિયલ એગ, ઇલેવન એગ પાસેથી વહિવટી ચાર્જ કરવામાં આવેલ છે.
ન્યુ ચામુંડા પાન, શક્તિ ડેરી ફાર્મ:, શક્તિ પ્રોવિઝન સ્ટોર, શ્રી શક્તિ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, મોમાઈ ડેરી ફાર્મ, ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંક, શિવ શક્તિ સ્વીટ્સ, મોમાઈ ડેરી ફાર્મ, જય જલારામ ડેરી ફાર્મ, શ્રી શક્તિ પ્રોવિઝન સ્ટોર, રાજકમલ વેફર્સ, હરિકૃષ્ણ બેકરી, રામેશ્વર ડેરી ફાર્મ, રામેશ્વર ફરસાણ, પટેલ ફરસાણ, શ્રીનાથજી ફૂડ ઝોન, મોમાઈ ફરસાણ, બાલાજી ફરસાણ, બાલાજી પેટીસ સ્વીટ એન્ડ નમકીનમાં તપાસ કરવામાં આવી હતી.


