By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 hours ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 day ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    4 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખેતીની જમીનના સોદામાં રાજકોટના કારખાનેદાર સાથે 35 લાખની છેતરપિંડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ખેતીની જમીનના સોદામાં રાજકોટના કારખાનેદાર સાથે 35 લાખની છેતરપિંડી

Editor
Last updated: 2026/08/21 at 3:07 PM
2 minutes ago
Share
ખેતીની જમીનના સોદામાં રાજકોટના કારખાનેદાર સાથે 35 લાખની છેતરપિંડી
SHARE

ખેતીની જમીનના સોદામાં રાજકોટના કારખાનેદાર સાથે 35 લાખની છેતરપિંડી

ઉપલેટાના ખીરસરાના ખેડૂત અને જમીન દલાલે રોડ ટચ જમીનનો સોદો કરાવી 42.50 લાખ પડાવ્યાનો આક્ષેપ

7.50 લાખ સુથી પરત કરી બાકીની રકમ અંગે હાથ ઊંચા કરી દસ્તાવેજ કરવાનો ઇનકાર, ભાયાવદર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના કારખાનેદારને રોડ ટચ ખેતીની જમીન ખરીદવાની લાલચ આપી ઉપલેટા તાલુકાના ખીરસરા ગામના ખેડૂત અને જમીન દલાલે રૂ.42.50 લાખ મેળવી લીધા બાદ દસ્તાવેજ કરી આપવાનો ઇનકાર કરી રૂ.35 લાખની છેતરપિંડી આચર્યાનો બનાવ સામે આવ્યો છે. શરૂઆતમાં જમીનના સોદા પેટે રૂ.7.50 લાખ સુથી આપ્યા બાદ અલગ અલગ કારણોસર વધુ રૂ.35 લાખ આંગડિયા મારફતે લેવાયા હતા. જોકે, લાંબા સમય સુધી દસ્તાવેજ ન થતાં અંતે જમીન માલિકે સુથીની રકમ પરત કરી બાકીના રૂ.35 લાખ આપ્યા હોવાનો ઇનકાર કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ અંગે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે શિવ સંગમ સોસાયટી શેરી નં.1માં રહેતા 65 વર્ષીય નરશીભાઈ ડાયાભાઈ દોંગાએ ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ખીરસરા ગામના ભુપેન્દ્ર કરસન માખસણા અને મામદ ઈસ્માઈલ નોઈડાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ નરશીભાઈ રાજકોટના સોરઠીયાવાડી-2 વિસ્તારમાં વૈભવ ગ્લાસ પ્રોડક્ટ નામે કારખાનું ચલાવે છે. તેઓ તેમજ તેમના સાઢુભાઈ રઘુભાઈ વિરડીયા અને મુકેશભાઈ ઠુંમર ભાગીદારીમાં ખેતીની જમીન ખરીદવા ઇચ્છતા હતા. આ માટે રઘુભાઈએ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા મામદ નોઈડાનો સંપર્ક કર્યો હતો.
મામદે થોડા દિવસ બાદ ખીરસરા ગામમાં આશરે નવ વીઘા રોડ ટચ જમીન હોવાની વાત કરી હતી. જમીન બતાવવા માટે ત્રણેયને ખીરસરા લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બતાવાયેલી જમીન પસંદ પડતાં મામદે તેના માલિક તરીકે ભુપેન્દ્ર માખસણાનું નામ જણાવ્યું હતું અને મોબાઇલ ફોન પર તેમની સાથે વાત પણ કરાવી હતી. જમીનના ભાવ અંગે વાટાઘાટ બાદ એક વીઘાના રૂ.6.85 લાખ પ્રમાણે મૌખિક સોદો નક્કી થયો હતો.
ત્યારબાદ તા.6 માર્ચ 2024ના રોજ ત્રણેય ભાગીદાર ખીરસરા ખાતે ભુપેન્દ્રની વાડીએ પહોંચ્યા હતા. ત્યાં રૂ.7.50 લાખ રોકડા સુથી પેટે આપવામાં આવ્યા હતા. આ વ્યવહાર અંગે કાચું લખાણ પણ કરવામાં આવ્યું હતું. તેમાં ખીરસરા ગામના સર્વે નં.40/1ની આશરે સાડા આઠ વીઘા જમીન વેચાણથી આપવાની વાત લખવામાં આવી હતી. જમીન માલિક, બંને ભાગીદાર તથા સાક્ષીઓની સહીઓ પણ કરવામાં આવી હતી અને જમીનનો કબજો સોંપવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સોદો થયા બાદ મામદે આ જમીન એક વર્ષ માટે વાવેતર કરવા લીધી હતી. દરમિયાન થોડા સમય પછી મામદનો ફોન આવ્યો હતો કે ભુપેન્દ્રને સુરતમાં મિલકત ખરીદવાની હોવાથી તાત્કાલિક રૂ.20 લાખની જરૂર છે. દલાલ પર વિશ્વાસ રાખીને ભાગીદારોએ રાજકોટની આર.પી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢી મારફતે મામદના નામે રૂ.20 લાખ મોકલ્યા હતા.
આ પછી આશરે બે મહિના બાદ ભુપેન્દ્રનો ફોન આવ્યો હતો અને તેના ભાઇની પત્ની ગંભીર બીમારીમાં હોવાનું કહી રૂ.15 લાખની જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. ફરીથી વિશ્વાસના આધારે સુરત ખાતે આંગડિયા મારફતે રૂ.15 લાખ મોકલવામાં આવ્યા હતા. આ રીતે જમીનના સોદા પેટે કુલ રૂ.42.50 લાખ ચૂકવવામાં આવ્યા હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે.
સમય પસાર થતો ગયો છતાં દસ્તાવેજ કરવામાં આવતો ન હતો. બીજા વર્ષે જમીન ખીરસરા ગામના રમેશભાઈ તથા મુંજાભાઈ રબારીને વાવેતર માટે આપવામાં આવી હતી અને હાલ પણ તેઓ વાવેતર કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બીજી તરફ જમીન ખરીદવા માટેની સંપૂર્ણ રકમ ચૂકવાઈ હોવા છતાં ભુપેન્દ્ર અને મામદ દસ્તાવેજ માટે સતત વાયદા કરતા રહ્યા હતા. આખરે આશરે એક વર્ષ પહેલાં રઘુભાઈ રૂબરૂ મળવા ગયા ત્યારે મામદે દસ્તાવેજ થઈ જશે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ અગાઉ લીધેલી રૂ.7.50 લાખની સુથી પરત કરી હતી અને હવે બાકીના રૂ.35 લાખની રકમ મળી ગઈ હોવાનું કહી દસ્તાવેજ માટે બાકીની રકમ ચેકથી વ્હાઇટ માં આપવાની માગણી કરી હતી.
છેલ્લા છ મહિનાથી દસ્તાવેજ માટે સતત ઉઘરાણી કરવા છતાં બંને આરોપીઓએ અંતે દસ્તાવેજ કરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, સુથીની રૂ.7.50 લાખ પરત કરતી વખતે તેનો વીડિયો બનાવી લેવાયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આંગડિયા મારફતે મોકલવામાં આવેલી રૂ.35 લાખની રકમનો જૂનો રેકોર્ડ મળવો મુશ્કેલ હોવાનું કહી આરોપીઓએ દસ્તાવેજ નહીં કરવાની વાત કરી હોવાનો આક્ષેપ છે.
આ રીતે વિશ્વાસમાં લઈ અલગ અલગ કારણો દર્શાવી કુલ રૂ.42.50 લાખ મેળવી, તેમાંથી માત્ર રૂ.7.50 લાખ પરત કરી બાકીના રૂ.35 લાખની રકમ હડપ કરી લેવાના આક્ષેપ સાથે કારખાનેદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાયાવદર પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી આંગડિયા વ્યવહાર, કાચા લખાણ, જમીનની માલિકી અને કબજાની વિગતો સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.

You Might Also Like

રંગીલા રાજકોટમાં ‘રોયલ મેળા’નો ભવ્યારંભ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો વચ્ચે તંગદિલી

આંબેડકરનગરમાં રહેણાંક મકાનમાંથી 2832 બોટલ વિદેશી દારૂ ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

લોહાણા મહાપરિષદ ઝોન-4ની પ્રથમ કારોબારી બેઠક અમરેલી ખાતે યોજાઈ

ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર અને ગુજરાતી ભવન દ્વારા શાંતિભાઈ આચાર્ય પર પરિસંવાદ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નવા હાઈ-વેના લોકાર્પણ પહેલા લેવાશે ત્રણ માસ ફિટનેશ ટેસ્ટ
રાજકોટ

નવા હાઈ-વેના લોકાર્પણ પહેલા લેવાશે ત્રણ માસ ફિટનેશ ટેસ્ટ

Editor By Editor 24 hours ago
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો વચ્ચે તંગદિલી
માંગરોળની ધી બયતુલમાલ ઈસ્લામી કન્યા શાળામાં સ્વાતંત્ર્ય દિન અને વાર્ષિક ઈનામ વિતરણ યોજાયું
14 વર્ષ જૂની રૂ.12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ત્રણ શખ્સો ઝડપાયા
અમરેલીના ચાંદગઢમા ટ્રેકર પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?