રાજકોટમાં બેફામ વેંચાતો દારૂ : કોંગ્રેસના આક્ષેપ
દારૂબંધી માત્ર કાગળ પર નહી પણ હક્કિતમાં સાબિત કરો : જવાબદારી ફિકસ કરી કાર્યવાહી કરવા માંગ : કલેકટર અને DCPને આવેદન પત્ર પાઠવતી શહેર કોંગ્રેસ
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ઝેરી દારૂ પીવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ અને હેરફેર થતી હોવાની હકીકત આ ઘટનાએ ઉજાગર કરી છે.
આ ગંભીર મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટર રાજકોટને આવેદનપત્ર પાઠવી ઝેરી દારૂની ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, ગેરકાયદેસર દારૂના વેપારને પ્રોત્સાહન આપતા તત્વો અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે તેમજ રાજ્યભરમાં દારૂના અડ્ડાઓ સામે વિશેષ અભિયાન ચલાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ ગેરકાયદેસર દારૂના વેપાર અને બૂટલેગરોની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) રાજકોટને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવા, દારૂના વેપાર સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ શહેરને નશામુક્ત બનાવવા અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર પણ દેખાવા જોઈએ. ઝેરી દારૂના કારણે નિર્દોષ લોકોના મોત અત્યંત દુઃખદ છે અને આ માટે જવાબદાર તમામ તત્વો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.શહેરમાં અવારનવાર હત્યા, હુમલા, લૂંટ, મારામારી અને ગુંડાગીરીની ઘટનાઓ સામે આવી રહી છે. અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જતો હોવાથી સામાન્ય નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી રહી છે. શહેરની પ્રજાને સુરક્ષિત વાતાવરણ મળે અને કાયદાનો ભય જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વધુ અસરકારક અને કડક પગલાં લેવાની તાતી જરૂરિયાત છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રજાના જીવન અને સુરક્ષાના પ્રશ્ને મૌન નહીં રહે. રાજ્યમાં અને રાજકોટમાં ગેરકાયદેસર દારૂના વેપારને નાથવા તંત્રે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવી જરૂરી છે તેમજ કાયદો વ્યવસ્થા સુધારવાની ખાસ જરૂર છે. આ કાર્યક્રમ માં ડૉ.રાજદીપસિંહ જાડેજા સહિત જસવંતસિંહ ભટ્ટી ,ગાયત્રીબા વાઘેલા ,અતુલ રાજાણી ,સંજય અજુડીયા,તુષાર નંદાણી ,ગોપાલ અંદડકટ ડી. પી.મકવાણા,,નરેન્દ્ર સોલંકી ,વૈશાલીબેન શિંદે,અર્જુનભાઈ ચૌહાણ,દિપ્તીબેન સોલંકી, ઇબ્રાહીમભાઇ સોરા ,મેહુલભાઈ મકવાણા ,ગૌરવભાઈ પૂજારા અલ્પેશ સાધરીયા, હિરલબા રાઠોડ ,જયદીપ મયાત્રા,નિલેશભાઈ મારુ મેપાભાઈ કણસાગરા ,હાર્દિપભાઈ રાઠોડ ,ઠાકરશીભાઈ ગજેરા કેતનભાઇ તાળા ,દીપ ભાઈ ભંડેરી ,નરેન્દ્ર ભાઈ પટેલ ,મુકુંદ ટાંક, અલ્તાફભાઈ મેમોન ,યોગીતાબેન વાડોલીયા, અમિતભાઈ ઠાકર ,જીતુભાઈ ઠાકર જગદીશ સિંહ જાડેજા, નયનાબા જાડેજા, રાજુભાઈ આમરણીયા, શૈલેષભાઈ સાકરીયા, ભરતભાઈ કોયાણી અહેસાનભાઈ ચૌહાણ રાજુભાઈ બાબીયા, રાજુભાઈ કાચા સલીમભાઈ કારિયાણીયા, ભાવેશભાઈ વાઘેલા, આર્યનભાઈ કુરેશી, કરીનાબેન કુરેશી, અરમાનભાઈ સૈયદ, રમેશભાઈ જુંજા, મથુરભાઈ માલવી, યજ્ઞેશભાઈ દવે, રાજુભાઈ ચાવડા, જીતુભાઈ રાઠોડ, સુરેશ ગેરૈયા, મનસુખભાઈ જાદવ, બબીતાબેન ગઢીયા પરેશભાઈ ગઢીયા મુકેશભાઈ મકવાણા વિજય સિંહ જાડેજા અબ્દુલભાઈ શેખ, વગેરે હોદ્દેદારો હાજર રહ્યા હતાં.


