By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    6 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ સહિત રાજયભરમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ સહિત રાજયભરમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે

Editor
Last updated: 2026/08/24 at 3:28 PM
9 minutes ago
Share
રાજકોટ સહિત રાજયભરમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે
SHARE

રાજકોટ સહિત રાજયભરમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે

“એક પેડ માઁ કે નામ ૩.૦” હેઠળ રાજકોટ જિલ્લામાં સાડા પાંચ લાખ રોપાઓનું વાવેતર કરાયું: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આજે ગોંડલના પાટીદડ ખાતે ૭૭મા વન મહોત્સવનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. “એક પેડ માઁ કે નામ ૩.૦” અભિયાન અંતર્ગત મંત્રીએ પીપળાનું રોપણ કર્યા બાદ વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું અને લોકોને વધુમાં વધુ વૃક્ષ વાવીને પર્યાવરણ જતનમાં સક્રિય યોગદાન આપવા આગ્રહ કર્યો હતો.

સામાજિક વનીકરણ વિભાગ-રાજકોટ દ્વારા પાટીદડમાં વિમલ રિસર્ચ સોસાયટી ખાતે વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી કુંવરજીભાઈએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, “એક પેડ માઁ કે નામ ૩.૦ અભિયાન” હેઠળ રાજકોટ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સાડા પાંચ લાખ રોપાઓ વાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યનો દરેક નાગરિક એક-એક વૃક્ષ વાવે એ માટે સઘન પ્રયાસો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે મંત્રીએ કહ્યું હતું કે, “એક પેડ માઁ કે નામ ૩.૦” હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં એક સપ્તાહમાં ૧૦ હજાર વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ગાંધીનગરની આઈ.ટી.આઈ.થી વૃક્ષારોપણનો આરંભ થઈ ગયો છે.

વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે સરકાર દ્વારા અપાતી સહાયનો ઉલ્લેખ કરતાં મંત્રીએ કહ્યું હતું કે, ખેતરમાં શેઢે વૃક્ષારોપણ કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે વનવિભાગ દ્વારા છોડ દીઠ રૂ.૧૨૦ની સહાય આપવામાં આવે છે. જ્યારે વર્ષો જૂના વડલા-પીપળા જેવા વૃક્ષો આપણી વિરાસત સમાન છે. આવા વૃક્ષોના જતન માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ હજારની સહાય આપવામાં આવે છે.

ભાવિ પેઢીના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પર્યાવરણનું જતન જરૂરી હોવાનું જણાવીને મંત્રીએ ઉપસ્થિત સૌને એક-એક વૃક્ષ અચૂક વાવવા ખાસ આગ્રહ કર્યો હતો.

કાર્યક્રમ બાદ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાદમાં લીલીઝંડી આપીને વૃક્ષ રથને પ્રસ્થાન કરાવાયું હતું.

આ તકે રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ દીપક ગોવાણી, પાટીદડ સરપંચ  મુકેશભાઈ વિરડીયા, અગ્રણી અશ્વિનભાઈ ઠુમ્મર, ગોંડલ પ્રાંત અધિકારી પારસ વંડા, ડે. ડી.ડી.ઓ. જય ગોસ્વામી, વિમલ રિસર્ચ સોસાયટીના ડાયરેક્ટ ડૉ. જગદીશચંદ્ર મોણપરા, વન વિભાગના અધિકારીઓ, છાત્રો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી જમીન દફતર વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓનું ૧૧ સપ્ટેમ્બરે ‘પેનડાઉન’ હડતાળનું અલ્ટીમેટમ
મોરબી

મોરબી જમીન દફતર વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓનું ૧૧ સપ્ટેમ્બરે ‘પેનડાઉન’ હડતાળનું અલ્ટીમેટમ

Editor By Editor 3 days ago
સેરેનીટી ગાર્ડન લાફીંગ કલબ દ્વારા આરોગ્યલક્ષી ભવ્ય શિબિર યોજાઇ
સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું
જેતપુર વોર્ડ નં.૬માં રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે રહીશોમાં ભારે આક્રોશ
રાજકોટમાં માય ભારત અને રમતગમત મંત્રાલય દ્વારા ‘ફ્યુચર યુથ લીડર્સ બૂટ કેમ્પ’નો ભવ્ય પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?