વોર્ડ નં.૧૬માં ૬૬૬ ઘરમાં મચ્છરના લારવા મળ્યા, ૫૬ લોકોના બ્લડ સેમ્પલ લેવાયા
વન-ડે વન વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.૧૬માં ૧૬૯ ટીમ દ્વારા ૧૬૦૬૫ ઘરની ચકાસણી
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૪/૦૮/૨૦૨૬ થી શરૂ કરવામાં આવેલ “વન-ડે-વન-વોર્ડ” કાર્યક્રમ અંતર્ગત તા.૨૧/૦૮/૨૦૨૬ ના રોજ વોર્ડ નં. ૧૬ વાહક નિયંત્રણની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં બાકી રહેતાં વોર્ડમાં આ ઝુંબેશ હાથ ઘરવામાં આવનાર છે. જેમાં દરરોજ એક-એક વોર્ડમાં આરોગ્ય વિભાગના અધિકારી / કર્મચારીઓ, ફિલ્ડવર્કર, MPHW, અર્બન ASHA ઘરે-ઘરે જઈને વાહક નિયંત્રણની જુદી – જુદી પ્રવૃતીઓ કરાવવામાં આવી રહી છે.
જેમાં વોર્ડ નં.૧૬ માં ૧૬,૦૬૫ ઘરની મુલાકાત લઇ ૪૩,૩૦૫ પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી ૬૬૬ ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. ૨૪૭ બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્છર ઉત્પતિ સબબ ૧૦૩ આસામીઓને નોટીસ આ૫વામાં આવેલ છે. ફિવર સર્વે દરમ્યાન ૫૬ વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ.
આ ઝુંબેશ દરમ્યાન લગત વોર્ડમાં વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટર ઇબ્રાહિમભાઇ ઓસમાણભાઇ સોરા, કોર્પોરેટર રસીલાબેન સુરેશભાઇ ગરૈયા, કોર્પોરેટર દિપ્તીબેન હરેશભાઇ સોલંકી, અર્જુનભાઇ પેથાભાઇ ચૌહાણ અને સ્થાનિક આગેવાનો ૫ણ ઉ૫સ્થિત રહેલ હતા તથા ‘’વન – ડે – થ્રી – વોર્ડ’’ ઝુંબેશ ને સફળ બનાવવા લોકોને મચ્છર ઉત્પતિ અટકાયતી ઝુંબેશમાં સહકાર આ૫વા અપીલ કરવામાં આવેલ છે.
વાહકજન્ય્ રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વ નું ૫રિબળ છે. મચ્છડરથી થતા રોગો અને મચ્છલર ઉત્૫તિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્તુ ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્યવ રીતે સાફ કરી સુકવ્યાા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. વરસાદ ૫હેલા અગાસી / ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. ૫ક્ષીકુંજ અને ૫શુને પીવાની કુંડી નિયમીત સાફ કરીએ. ખુલ્લાસ રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ તેમ જણાવ્યું હતું.


