રાજકોટવાસીઓ લોકસાહિત્યના મહાસાગરમાં ડૂબ્યા: સરગમ ક્લબનો લોકડાયરો સંપન્ન
માયાભાઈ આહીર, રાજભા ગઢવી, ધીરુભાઈ સરવૈયા સહિતના દિગ્ગજ કલાકારોના સૂરે મોડી રાત સુધી હજારો શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા હંમેશાં લોકસાહિત્યની વિશિષ્ટ ચાહક રહી છે. સરગમ ક્લબ દ્વારા ચાલી રહેલા ‘પંચામૃત કાર્યક્રમ‘ અંતર્ગત જાહેર જનતા માટે યોજાયેલા ભવ્ય લોકડાયરામાં જાણીતા લોકસાહિત્યકારોને સાંભળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
સરગમ ક્લબ, જે.પી. સ્ટ્રક્ચર્સ પ્રા.લિ. અને બાન લેબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ લોકડાયરામાં સરગમ પરિવારના સભ્યો, આમંત્રિતો તેમજ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રાજકોટવાસીઓએ મોડી રાત સુધી સાહિત્ય અને સંગીતની રંગત માણી હતી. આ સરગમી લોકડાયરામાં દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કલાકારો માયાભાઈ આહીર, રાજભા ગઢવી, ધીરુભાઈ સરવૈયા, સંગીતાબેન લાબડીયા, અભયસિંહ રાઠોડ, ફરિદાબેન મીરએ પોતાની અદભુત કલા પીરસીને શ્રોતાઓની ભારે વાહવાહી મેળવી હતી. કલાકારોના હાસ્ય, શૌર્ય અને ભક્તિસભર લોકસાહિત્યના સૂરથી સમગ્ર વાતાવરણ ગુજંજી ઉઠ્યું હતું.
આ ભવ્ય કાર્યક્રમમાં શહેરના અગ્રણી નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વજુભાઈ વાળા, ડૉ. ભરતભાઈ બોઘરા, હરેશભાઈ લાખાણી, અશોકભાઈ ડોબરિયા, ડૉ. દર્શિતાબેન શાહ, કમલેશભાઈ મીરાણી, નાથાભાઈ કાલરિયા અને સુરેશભાઈ વેકરિયા સહિતના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે જે.પી. સ્ટ્રક્ચર્સ પ્રા.લિ.ના ચેરમેન જગદીશભાઈ ડોબરિયા, અશોકભાઈ ડોબરિયા તથા બાન લેબ્સના ચેરમેન નટુભાઈ ઉકાણીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન અને કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા દ્વારા રજૂ કરવામાં આવી હતી, જ્યારે અંતમાં આભાર વિધિ તેજશભાઈ ભટ્ટી દ્વારા સંપન્ન કરવામાં આવી હતી.
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સર્વાંગ સુંદર બનાવવા માટે મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, યોગેશભાઈ પુજારા, જગદીશભાઈ ડોબરિયા, અશોકભાઈ ડોબરિયા, નટુભાઈ ઉકાણી, અલ્કાબેન કામદાર, ગીતાબેન હીરાણી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, સુનિલભાઈ દેત્રોજા, અનવરભાઈ ઠેબા, કૌશિકભાઈ વ્યાસ, જયરાજસિંહ ઝાલા અને ઘનશ્યામભાઈ પરસાણા વગેરે હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.


