સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીએ દિનેશ અમૃતિયાની લીધી શુભેચ્છા મુલાકાત
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીએ પુર્વ પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ગુજરાતના સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીજી સાથે રાજકોટ જીલ્લા પ્રભારી ભરતભાઈ આર્યા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, રવિ માકડિયાએ પુર્વ પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આનંદભાઈ અમૃતિયા તથા અમૃતિયા પરિવાર તરફથી દ્વારા તેમનું આત્મીયતા અને ઉષ્માભર્યા વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન દિનેશભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે અરુણ બિન્નાડીની શુભેચ્છા મુલાકાત અમૃતિયા પરિવાર માટે આનંદ અને ગૌરવનો અવસર હોવાનું તેમણે જણાવ્યું હતું. મુલાકાત દરમિયાન ઉપસ્થિત આગેવાનો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શુભેચ્છાઓની આપ-લે થઈ હતી.


