પ્રાચીન ગરબી મહોત્સવમાં ૨૨૦ બાળાઓએ રાસની રમઝટ બોલાવી
રાજકોટની પ્રાચીન ૧૫ ગરબી મંડળીઓ એક મંચ ઉપર લાવનાર સેવા સારથી ગ્રુપના સોનલબેન વાછાણી ઉપર અભિનંદન વર્ષા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તાજેતરમાં સેવા સારથી ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબી મહોત્સવ “પ્રાઈડ ઓફ રાજકોટ” યોજાયો હતો. જેમાં રાજકોટની 15 ગરબી મંડળીઓએ ગરબાની પ્રસ્તુતિ કરી હતી, ભાગ લેનાર દરેક ગરબી મંડળીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવેલ તેમજ દીકરીઓને પણ લાણી આપવામાં આવેલ આ તકે પ્રાચીન નવરાત્રી મહોત્સવ માં પધારેલા આદરણીય સર્વે મહોમાનો નો દિલથી આભાર વ્યક્ત સોનલબેન વાછળીએ કર્યો છે.
ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, કમિશનર ઓફ પોલીસ (IPS) બ્રિજેશકુમાર જહા, કર્નલ ભાષ્કર તોમર, તેમના ધર્મપત્ની પંચમી તોમર, લેફટીનેન્ટ સુબોધ સેહનવાલ, જિલ્લા માહિતી અધિકારી (મોરબી) જીપારૂલબેન આડેસરા,રક્ષાબેન બોળીયા, પૂર્વ મેયર રાજકોટ,ડૉ. હેમાંગભાઈ વસાવડા-મધુરમ હોસ્પિટલ, કિરીટભાઈ જોશી, ઉપ પ્રમુખક ભારત સેવક સમાજ, વિનય પાત્રાલે જી- રાષ્ટ્રીય અધ્યક્ષ ભારત ભરતી, અશ્વિનભાઇ સોલંકી -પ્રેસિડેન્ટ ઓફ કેન્સર કેર ફાઉન્ડેશન, હેમુભાઈ પરમાર-પૂર્વ પ્રમુખ વોર્ડ નં.-૩,ઇલાબેન પડિયા -કારોબારી સભ્ય, રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ, શ્રી ગુરુદત્ત મઠના સંસ્થાપક દ્વારકા જગદ્ગુરૂ શંકરાચાર્યના શિષ્ય પૂજ્ય યુતિ બ્રહ્મદેવજી મહારાજ તથા તેમના સુપુત્રી પૂજ્ય બાલમ્બા દેવીજી તેમજ પૂજ્ય ગુરુજી સાથે મઠના ટ્રસ્ટી મુકેશભાઈ પંચાલ (અમદાવાદથી તેમજ તેમની સાથે કારોબારી સભ્યો તથા જેતપુરથી લીમડી હાઇવે બનાવનાર વરાહ કન્સ્ટ્રક્શનના ચીફ શ્રવણસિંહજી રાવ, તેમજ દ્વારિકા થી સંકલ્પ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ પધારેલ હતા. તમામ ઉપસ્થિતિ આદરણીય મહેમાનોએ પોતાનો કિંમતી સમય કાઢી કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા દીકરીઓને બિરદાવ્યા તે બદલ સહુનો દિલથી આભાર સોનલબે-1 વાછાણી એ માન્યો હતો
આ કાર્યક્રમ માટે,એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, રમેશભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ જોબનપુત્રા, પિયુષભાઇ ભટ્ટી, અજયભાઇ ભટ્ટી, જતીનભાઈ મકવાણા, અનિલભાઈ ગુપ્તા, સતિષભાઈ જોશી, શૈલેષભાઇ ગોહીલ, નિકુંજ જગતિયા, પ્રેમભાઈ જાદવ, યશભાઈ સેજપાલ,આકાશભાઈ જગતીયા, હિરેનભાઈ વાઘેલા, કાડુભાઇ ડાડાવત, બોલુભાઈ શર્મા.વૈશાલીબેન પીઠડીયા, શિલ્પાબેન મકવાણા, પ્રીતિબેન ભાયાણી,કુંદનબેન સોલંકી, પ્રજ્ઞાબેન પીઠડીયા, હંસાબેન જોશીપુરા, દક્ષાબેન વ્યાસ, હર્ષાબેન ગોસ્વામી,મીરાબેન ગુપ્તા,એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ વ્યાસે કરેલ હતું.


