By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    58 minutes ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    5 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં

Editor
Last updated: 2026/11/02 at 3:43 PM
3 minutes ago
Share
હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં
SHARE

38 નશામાં ઝડપાયા, 33 મહિલાઓના બ્લડ સેમ્પલ લેવાયા; હોટેલની ભૂમિકા તપાસના ઘેરામાં

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં

બેન્કવેટ હોલમાં દારૂની મહેફિલ, હુક્કાની જયાફત અને પોલીસનો દરોડો; હોટેલ સંચાલકોની જવાબદારી સામે સવાલોનો મારો

દારૂ પાર્ટી પ્રકરણમાં હોટેલ સીલ થઈ શકે તેવી સ્થિતિ છતાં સંચાલકો સામે કાર્યવાહીનું શું.?

પોલીસમાં ઉપરી અધિકારીઓ સુધી ઓળખ હોવાની સંચાલકની કથિત ડંફાસની ચર્ચા; શું ખરેખર હોટેલ સંચાલકોને કોઈનો છૂપો હાથ છે.?

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં દારૂબંધીના કાયદાની અમલવારી વચ્ચે કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલનો બેન્કવેટ હોલ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હોટેલના બંધ હોલમાં મોંઘીદાટ વિદેશી દારૂની મહેફિલ જામતી હોય, હુક્કાની પણ જયાફત માણવામાં આવતી હોય અને અચાનક પોલીસ ત્રાટકે ત્યારે 38 લોકો નશાની હાલતમાં મળી આવે, તો સવાલ માત્ર દારૂ પીનારાઓ પૂરતો મર્યાદિત રહી શકે ખરો? જે હોટેલના પરિસરમાં આ આખી મહેફિલ યોજાઈ, તેની ભૂમિકા અને જવાબદારીની તપાસ પણ એટલી જ જરૂરી બની છે.
શનિવારે રાત્રે સરાઝા હોટેલના બેન્કવેટ હોલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ પાર્ટી પર એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન 38 લોકો દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ પાર્ટીમાં હાજર 33 મહિલાઓના બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ નેગેટિવ આવ્યા હોવા છતાં તકેદારીના ભાગરૂપે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. હોલમાંથી પાંચ જેટલા હુક્કા પણ મળી આવ્યા હતા. આમ, હોટેલના બેન્કવેટ હોલમાં દારૂ અને હુક્કાની મહેફિલ કેવી રીતે અને કોની મંજૂરીથી ચાલી રહી હતી તે સવાલો ઊભા થયા છે.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો સવાલ હોટેલ સંચાલકોની જવાબદારીનો છે. હોટેલમાં પાર્ટી યોજવા માટે હોલ ભાડે આપવામાં આવ્યો હતો કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી? દારૂ પીરસાતો હોવાની જાણ હોટેલના મેનેજમેન્ટને હતી કે નહીં? હોટેલના મેનેજર અને કર્મચારીઓ પણ પોલીસ કાર્યવાહીમાં સપડાયા હોવાનું સામે આવ્યું છે. જો હોટેલના સ્ટાફની હાજરીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી તો સંચાલકો પોતાની જવાબદારીમાંથી કેવી રીતે છટકી શકે?
આ પહેલીવાર નથી કે સરાઝા હોટેલ સાથે સંકળાયેલા વ્યવસાય સામે સવાલો ઊભા થયા હોય. અગાઉ શહેરમાં આવેલા હોટેલના એક આઉટલેટ પરથી આરોગ્ય શાખાએ અખાદ્ય પદાર્થ ઝડપી કાર્યવાહી કરી હતી. ખાદ્ય સુરક્ષાને લગતી આ કાર્યવાહી બાદ હવે હોટેલના બેન્કવેટ હોલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાતાં હોટેલની કામગીરી અને સંચાલન સામે ફરી સવાલો ઊભા થયા છે. એક તરફ ખાદ્ય સુરક્ષાનો મુદ્દો અને બીજી તરફ દારૂની મહેફિલ, તો શું સંબંધિત વિભાગો હોટેલની સમગ્ર કામગીરીની સંયુક્ત તપાસ કરશે?
દારૂ પાર્ટી પ્રકરણમાં હોટેલને સીલ કરવાની કે લાઇસન્સિંગ સત્તાધિકારી દ્વારા અન્ય કડક પગલાં લેવાની શક્યતા પણ ચર્ચાઈ રહી છે. જોકે, દરોડા બાદ હોટેલના સંચાલકો સામે અત્યાર સુધીમાં કઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી છે, હોટેલનું લાઇસન્સ તપાસવામાં આવ્યું છે કે નહીં અને હોટેલની ભૂમિકા અંગે અલગથી તપાસ શરૂ થઈ છે કે કેમ તે સ્પષ્ટ થવું જરૂરી છે.
આ ઉપરાંત હોટેલ સંચાલક દ્વારા બજારમાં પોલીસના ઉપરી અધિકારીઓ સુધી ઓળખ હોવાની અને તેમને સાચવી રાખતા હોવાની કથિત ડંફાસ મારવામાં આવતી હોવાની ચર્ચાએ પણ નવો વિવાદ ઊભો કર્યો છે. જો આવા દાવા ખરેખર કરવામાં આવતા હોય તો તેની પણ તપાસ થવી જોઈએ. પોલીસની કામગીરીને કોઈની ઓળખ કે વગથી અસર થતી નથી તે સાબિત કરવાની જવાબદારી પણ હવે તંત્રની છે. શું આ માત્ર સંચાલકની હવામાં વાતો છે કે પછી તેની પાછળ કોઈ વાસ્તવિક સંબંધો છે? આ અંગે પોલીસ વિભાગે સ્પષ્ટતા કરવી જરૂરી છે.
પોલીસે આ પ્રકરણમાં 38 લોકો સામે કાર્યવાહી કરી છે, પરંતુ હોટેલમાં દારૂની વ્યવસ્થા કોણે કરી, દારૂ ક્યાંથી આવ્યો, હોટેલના સંચાલકોની ભૂમિકા શું હતી, પરમિટનો ઉપયોગ થયો હતો કે નહીં અને હોટેલ સામે કાયદાકીય રીતે કયા પગલાં લઈ શકાય તેવા સવાલોના જવાબ મળ્યા બાદ જ સમગ્ર પ્રકરણનું સાચું ચિત્ર બહાર આવશે.
દારૂ પીનારાઓ સામે કાર્યવાહી કરીને પોલીસ પોતાની કામગીરી પૂર્ણ માને કે પછી જે સ્થળે આટલી મોટી હાઈપ્રોફાઈલ મહેફિલ યોજાઈ તે સરાઝા હોટેલના સંચાલકોની પણ જવાબદારી નક્કી કરે? હવે સૌની નજર પોલીસના આગળના પગલાં અને સંબંધિત વિભાગોની કાર્યવાહી પર મંડાઈ છે.

38 પીધેલા પકડાયા, પણ મહેફિલના મંચ સરાઝા હોટેલની જવાબદારી કોણ નક્કી કરશે?

સરાઝા હોટેલના બેન્કવેટ હોલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી યોજાઈ હતી. પોલીસ દરોડામાં 38 લોકો નશાની હાલતમાં ઝડપાયા, હુક્કા મળ્યા અને હોટેલના મેનેજર સહિતના કર્મચારીઓ પણ કાર્યવાહીમાં સપડાયા. તો શું આટલી મોટી મહેફિલ હોટેલ મેનેજમેન્ટની જાણ બહાર યોજાઈ શકે? હોલ ભાડે આપ્યા બાદ હોટેલની કોઈ જવાબદારી રહેતી નથી? દારૂ પીરસવાની વ્યવસ્થા કોણે કરી હતી અને હોટેલના સંચાલકોની ભૂમિકા શું હતી? માત્ર પાર્ટીમાં હાજર રહેલા લોકો સામે કાર્યવાહી કરીને હોટેલની જવાબદારીનો મુદ્દો પડતો મૂકવામાં આવશે કે તેની પણ તપાસ થશે?

અગાઉ અખાદ્ય પદાર્થ ઝડપાયો, હવે દારૂ પાર્ટી! સરાઝા સામે વિભાગો ક્યારે જાગશે?

સરાઝા હોટેલના શહેરમાં આવેલા એક આઉટલેટ પરથી અગાઉ આરોગ્ય શાખાએ અખાદ્ય પદાર્થ ઝડપી કાર્યવાહી કરી હતી. હવે એ જ હોટેલના બેન્કવેટ હોલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાતાં હોટેલની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. એક તરફ આરોગ્ય સંબંધિત નિયમોના ભંગનો મુદ્દો અને બીજી તરફ દારૂબંધીના કાયદા વચ્ચે દારૂની મહેફિલ! શું આરોગ્ય શાખા અને પોલીસ વિભાગ હોટેલના અલગ-અલગ એકમોની કામગીરીની સંયુક્ત તપાસ કરશે? અગાઉની કાર્યવાહીનું શું પરિણામ આવ્યું અને હોટેલ સામે કઈ કાર્યવાહી થઈ હતી તે પણ જાહેર થવું જોઈએ.

હોટેલ સીલ થઈ શકે તો સંચાલકો સામે કાર્યવાહીનું શું.?

બેન્કવેટ હોલમાં દારૂની મહેફિલ યોજાઈ, હુક્કા મળ્યા અને હોટેલના મેનેજર તથા કર્મચારીઓ પણ પોલીસની કાર્યવાહીમાં સપડાયા. આવી સ્થિતિમાં હોટેલની જવાબદારી નક્કી કરવા માટે લાઇસન્સિંગ સત્તાધિકારીને જાણ કરવામાં આવી છે કે નહીં? હોટેલની મંજૂરીઓ, ફાયર સેફ્ટી, બેન્કવેટ હોલના ઉપયોગની શરતો અને અન્ય લાઇસન્સની તપાસ થઈ છે? નિયમભંગ સાબિત થાય તો હોટેલને સીલ કરવા કે લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં લઈ શકાય કે નહીં? સૌથી મોટો સવાલ એ છે કે દારૂ પાર્ટી યોજવા માટે સ્થળ પૂરું પાડનાર હોટેલ સંચાલકો સામે અલગથી કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે?

ઉપરી અધિકારીઓ સાથે ઓળખ હોવાની ડંફાસ..! શું પોલીસ ખરેખર દબાણમુક્ત તપાસ કરશે?

હોટેલ સંચાલક દ્વારા બજારમાં પોલીસના ઉપરી અધિકારીઓ સુધી ઓળખ હોવાની અને તેમને સાચવી રાખતા હોવાની કથિત વાતો કરવામાં આવતી હોવાની ચર્ચા છે. જો આ વાતોમાં તથ્ય હોય તો તે પોલીસ વિભાગ માટે પણ ગંભીર બાબત બની શકે છે. શું ખરેખર કોઈ અધિકારી સાથે આવા સંબંધો છે? શું કોઈ અધિકારી કે કર્મચારીને હોટેલ તરફથી વિશેષ સગવડ આપવામાં આવે છે? કે પછી આ માત્ર સંચાલક દ્વારા પોતાની વગ બતાવવા માટે કરવામાં આવતી વાતો છે? પોલીસ વિભાગે આ દાવાની પણ નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. કાયદો બધાને સરખો લાગુ પડે છે તે સાબિત કરવાનો આ યોગ્ય સમય છે.

પરમિટવાળી બે બોટલોની આડમાં બાકીના દારૂનું રહસ્ય શું?

પોલીસ ફરિયાદમાં જેસલમેર ક્રાફ્ટ ઇન્ડિયા જીઆઈએનની બે સીલબંધ બોટલો પરમિટવાળી હોવાનું નોંધાયું છે. બોટલો પર ‘સેલ ફોર ઓન્લી ગુજરાત’નું લેબલ હોવાનું પણ સામે આવ્યું છે. તો આ બોટલો કયા પરમિટધારક મારફતે પાર્ટીમાં પહોંચી? વ્યક્તિગત પરમિટ હેઠળ મેળવેલો દારૂ સામૂહિક પાર્ટીમાં પીરસી શકાય ખરો? બાકીના મોંઘાદાટ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો? હોટેલના સ્ટાફને આ અંગે જાણ હતી કે નહીં? પરમિટના દુરુપયોગથી માંડીને દારૂના સપ્લાયર સુધીની તપાસ કરવામાં આવે તો સમગ્ર નેટવર્ક બહાર આવી શકે છે.

હોટેલમાં CCTV કેમેરાની નજર છતાં દારૂની મહેફિલ બેરોકટોક કેવી રીતે ચાલી.?

સરાઝા હોટેલના બેન્કવેટ હોલમાં CCTV કેમેરા લગાવવામાં આવેલા હોવાનું જાણવા મળે છે. આ કેમેરા મારફતે હોટેલના સંચાલન અને સુરક્ષા વિભાગ દ્વારા હોટેલની અંદરની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતી હોય છે. ત્યારે બેન્કવેટ હોલમાં કલાકો સુધી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, ટેબલો પર દારૂના જામ છલકાતા હતા અને હુક્કાની પણ મહેફિલ જામી હતી, તો CCTVની નજરમાં આ બધું આવ્યું હતું કે નહીં.? જો આવ્યું હતું તો હોટેલ મેનેજમેન્ટે પાર્ટી અટકાવવા માટે કોઈ પગલાં કેમ ન લીધાં? શું સંચાલકોને આ પાર્ટીની જાણ હતી? પોલીસ દરોડા બાદ હવે CCTVના ફૂટેજ જ આ સવાલોના જવાબ આપી શકે છે. દરોડા પહેલાંના કલાકોના તમામ CCTV ફૂટેજ કબજે કરી તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો હોટેલ મેનેજમેન્ટની જાણકારી, સંડોવણી અને ભૂમિકા અંગે મહત્ત્વના પુરાવા મળી શકે છે. CCTV હોવા છતાં આવી મહેફિલ બેરોકટોક ચાલતી રહી હોય તો હોટેલ સંચાલકોની જવાબદારી નક્કી કર્યા વિના તપાસ પૂર્ણ કેવી રીતે થઈ શકે?

You Might Also Like

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠાનું યલો એલર્ટ

સૌરાષ્ટ્રને મળેલી હરિદ્વારની ટ્રેનોનો પાવો હજુ બંધ

દારૂબંધી માત્ર કાગળ પર, વગદારો માટે કાયદો કેમ બને છે લાચાર? : કોંગ્રેસ

તહેવારમાં રોગચાળાનો ઉપાડો, ડેંગ્યુના ૬ કેસ નોંધાયા

 રાજકોટ રેલવે દ્વારા જામવંથલી-અલિયાબાડા સેકશનમાં ૧3૦ની ઝપટે ટ્રેનનું ટ્રાયલ કરાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મવડીમાં આપા ગીગાના ઓટલાવાળા નરેન્દ્ર સોલંકીને જાહેરમાં ફડાકા ઝીંકાયા
ગુજરાતરાજકોટ

મવડીમાં આપા ગીગાના ઓટલાવાળા નરેન્દ્ર સોલંકીને જાહેરમાં ફડાકા ઝીંકાયા

Editor By Editor 6 days ago
ગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં હરાજી અટકી
ભારતમાં મુસ્લિમોને પોતાના જ દેશમાં દ્વિતીય કક્ષાના નાગરિક બનાવવા માગે છે, તેઓ ખરેખર રાષ્ટ્રના દુશ્મન છે: મૌલાના મહમૂદ મદની
 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘Safe, Healthy and Inclusive Spaces’ વિષય પર રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?