By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    58 minutes ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    5 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠાનું યલો એલર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠાનું યલો એલર્ટ

Editor
Last updated: 2026/11/02 at 3:45 PM
1 minute ago
Share
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠાનું યલો એલર્ટ
SHARE

 શિયાળાની શરૂઆતમાં બદલાયેલી મૌસમ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠાનું યલો એલર્ટ

દ્વારકા, જામનગર, પોરબંદરમાં અતિ ભારે, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં છુટા છવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારમાં નવેમ્બરમાં માવઠાનો ખતરો : દિવાળીમાં નવો તૈયાર થયેલ પાક ધોવાઇ જવાનો ડર, ખેડૂતો પર ચિંતાના વાદળો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ હવામાનમાં પલટો આવ્યો છે અને રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. એક તરફ રાજ્યમાં શિયાળુ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી વહેતા થયા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. શિયાળાની શરૂઆતમાં જ વરસાદ પડતાં લોકોને ચોમાસાની યાદ આવી ગઈ છે.

હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળાની શરૂઆતમાં જ માવઠાની સ્થિતિ સર્જાતાં ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ હવામાનના બદલાતા મિજાજથી પરેશાન છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેના પર સૌની નજર રહેશે.

ગુજરાતમાં કમોસમી વરસાદનો સિલસિલો નવેમ્બર મહિનામાં પણ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈને મોટી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, 2 અને 3 નવેમ્બરની આસપાસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગો સહિત કચ્છમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શિયાળાની શરૂઆતમાં જ માવઠાની સ્થિતિ સર્જાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલા મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે નવેમ્બરમાં પણ વરસાદની આગાહીએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે.

માવઠાથી ખેડૂતોને મોટો ફટકો, મગફળી-સોયાબીનના પાકને નુકસાન

કમોસમી વરસાદને કારણે સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક અને લણણીની તૈયારી વચ્ચે અચાનક વરસાદ પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને મગફળી અને સોયાબીન સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ખેતીમાં પહેલેથી જ ખર્ચ વધી રહ્યો છે, ત્યારે કુદરતી આફતના રૂપમાં આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે.

અર્બન બાદ મુરાસુ વાવાઝોડુ સક્રિય

દિવાળી પહેલા હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આજે 2 નવેમ્બર 2026ના ઉત્તરપ્રદેશ-બિહાર, ઓડિશા અને દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન 90 કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાનમાં ઠંડક આવવાથી ઉત્તર ભારતમાં 7-8 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. આંધ્ર પ્રદેશમાં ચક્રવાતી તોફાન અર્નબની તબાહી બાદ બંગાળની ખાડીની ઉપર વાવાઝોડું મરાસુ પણ બની ગયું છે. આ ભીષણ તોફાનમાં પરિવર્તિત થઈ 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે નેલ્લોર અને નરસાપુર વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના કિનારાને પાર કરશે. તેના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે આજે સોમવાર (2 નવેમ્બર) એ દિલ્હી, ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, તેલંગણા, કર્ણાટક, સિક્કિમ, અસમ, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને એલર્ટ રહેવાનું કહ્યું છે.

અલનીનોની અસર : ગરમી અને દુષ્કાળનો ખતરો 35%  વધ્યો

પેસિફિક મહાસાગરમાં ઝડપથી મજબૂત બની રહેલો અલ નીનો ભારત માટે ગંભીર હવામાન સંકટની ચેતવણી આપી રહ્યો છે. વિશ્વ હવામાન સંગઠનના અનુમાન પ્રમાણે, ફેબ્રુઆરી 2027 સુધી અલ નીનોની સ્થિતિ યથાવત્ રહેવાની લગભગ 100 ટકા સંભાવના છે. તેની અસરથી તાપમાન અને વરસાદની પેટર્નમાં ફેરફાર થઈ શકે છે. બીજી તરફ, સંશોધન મુજબ ભારતમાં લૂ  અને દુષ્કાળ (Drought)ની સંયુક્ત અસરનો ભૌગોલિક વિસ્તાર 10 ટકાથી વધીને 35 ટકા થયો છે. આ સ્થિતિ ખેતી, પશુપાલન, પીવાના પાણી અને ગ્રામીણ અર્થતંત્ર માટે મોટો પડકાર બની શકે છે. હવે સવાલ એ છે કે સંભવિત સંકટ સામે ભારત કેટલું તૈયાર છે?

અલ નીનો પેસિફિક મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધી જવાની કુદરતી હવામાન પ્રક્રિયા છે. તેની અસર માત્ર સમુદ્ર પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ વિશ્વભરના તાપમાન, પવન અને વરસાદની પેટર્નને પણ અસર કરી શકે છે. ભારત માટે અલ નીનો ચિંતાનો વિષય એટલા માટે છે કે તેની અસર ઘણી વખત ભારતીય ચોમાસાને નબળું પાડે છે. પરિણામે વરસાદમાં ઘટાડો, લાંબો સૂકો સમયગાળો અને પાણીની અછત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, અલ નીનો હોય એટલે ભારતમાં દરેક જગ્યાએ દુષ્કાળ જ પડશે એવું નથી. ભારતીય મહાસાગરની સ્થિતિ, ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD) અને અન્ય હવામાન પરિબળો પણ ચોમાસાને અસર કરે છે.

You Might Also Like

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં

સૌરાષ્ટ્રને મળેલી હરિદ્વારની ટ્રેનોનો પાવો હજુ બંધ

દારૂબંધી માત્ર કાગળ પર, વગદારો માટે કાયદો કેમ બને છે લાચાર? : કોંગ્રેસ

તહેવારમાં રોગચાળાનો ઉપાડો, ડેંગ્યુના ૬ કેસ નોંધાયા

 રાજકોટ રેલવે દ્વારા જામવંથલી-અલિયાબાડા સેકશનમાં ૧3૦ની ઝપટે ટ્રેનનું ટ્રાયલ કરાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અંબુજા સિમેન્ટ્સની શાળાઓનો તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં શાનદાર દેખાવ
ગુજરાત

અંબુજા સિમેન્ટ્સની શાળાઓનો તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં શાનદાર દેખાવ

Editor By Editor 6 days ago
ચાંદીના વેપારીને બનતી બબલીએ 19.37 લાખનો ચૂનો લગાવ્યો
દિવાળી પહેલાં દારૂનો સ્ટોક ઠાલવતા બુટલેગરો ગ્રામ્ય પોલીસના સકંજામાં : ચાર સ્થળે દરોડા
 NDPS કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : ચાર્જશીટ રજૂ થયા વિના આરોપીના જામીન મંજૂર
બાળકોને પીડતી કબજિયાત અને કૃમિની તકલીફો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?