- વડોદરામાં ભગવાન કાળ ભૈરવ પર સાધુએ કર્યો બફાટ
- કાળ ભૈરવે સ્વામિ નારાયણ ભગવાનની માફી માગી હતી
- કાળ ભૈરવ પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો બફાટ સામે આવ્યો છે. જેમાં વડોદરામાં ભગવાન કાળ ભૈરવ પર સાધુએ બફાટ કર્યો છે. જેમાં બફાટ કરતા જણાવ્યું હતુ કે કાળ ભૈરવે સ્વામિ નારાયણ ભગવાનની માફી માગી હતી. હેરાન કરવા આવેલા કાળ ભૈરવે માફી માગી હતી.
કાળ ભૈરવ પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા
કાળ ભૈરવ પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા હતા. સાળંગપુરમાં હનુમાનજી આગળ કાળ ભૈરવ સત્સંગી થયા હતા. જેમાં વડોદરામાં વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો બફાટ સામે આવતા લોકોમાં આક્રોસ છે. જેમાં ભગવાન કાળ ભૈરવ મામલે બફાટ કર્યો છે. તથા જણાવ્યું છે કે કાળ ભૈરવ સ્વામિનારાયણ સમક્ષ આવ્યા હતા. કાળ ભૈરવે સ્વામિનારાયણ ભગવાનની માફી માંગી હતી. માફી માંગતા કહ્યું અમને માફ કરો હું તમને પરેશાન કરવા આવ્યો હતો.
અગાઉ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પ્રજાપતિ સમાજ વિશે ટિપ્પણી કરી હતી
અગાઉ પણ એક સ્વામિનારાયણ સાધુના બફાટ સામે લોકો રોષે ભરાયા હતા. જેમાં સુરેન્દ્રનગરમાં પ્રજાપતિ સમાજે કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમજ બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી ન માંગે તો ઉગ્ર વિરોધની ચીમકી આપવામાં આવી હતી. જેમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પ્રજાપતિ સમાજ વિશે ટિપ્પણી કરી હતી. સ્વામિનારાયણના સાધુ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. પ્રજાપતિ સમાજ વિશે ટીપ્પણી કરવા બદલ સમાજમાં રોષ ફેલાયો હતો.
ભકત ગોરા કુંભાર અને એમની પત્ની વિશે અભદ્ર ભાષા બોલ્યા
તાજેતરમાં ભકત ગોરા કુંભાર અને એમની પત્ની વિશે અભદ્ર ભાષા બોલનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત બ્રહ્મસ્વરૂપસ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. આવેદનમાં ઉમેર્યું હતું કે, આ પ્રકારની વાણી-વીલાસથી અમો પ્રજાપતિ સમાજની ધાર્મીક લાગણી, દુભાણી છે અને આવા શબ્દો બોલીને સ્વામીનારાયણ સંપ્રદાયના કહેવાતા ‘બ્રહ્મસ્વરૂપ સ્વામિ’એ સમાજમાં વર્ગ વિગ્રહ થાય એ પ્રકારનું કૃત્ય કરેલ છે. આ જ સ્વામીએ અગાઉ ‘ખોડીયાર માતાજી’ વિશે પણ ગમે તેમ બોલીને સમાજની નારાજગી વહોરી લીધેલ છે. આ સ્વામીને બોલવાનું કોઇ ભાન નથી. આ સ્વામી બીજા ધર્મના દેવી-દેવતા, માતાજી અને તેમના ભકતોના કોઇને કોઇ બહાને અપમાન કરતા આવેલા છે અને ખોટી રીતે દ્રષ્ટાંત સમજાવીને લોકોને ખોટા ધાર્મીક મેસેજ આપતા આવેલા છે. જેથી આ આવેદન આપવાની જરૂર પડી છે. સ્વામીએ પોતાના વકતવ્યમાં વાપરેલા શબ્દો ‘સામાન્ય કુંભારણસ્ત્રી’ અને ગોરાકુંભારના રૂમમાં સુવા બાબતનું વર્ણન જ સ્વામીની હલકી માનશીકતા દર્શાવે છે. ધાર્મીક બાબતનું કોઇ જ્ઞાન ન હોવા છતાં વ્યાસપીઠ ઉપર બેસીને લોકોને એકદમ તુચ્છ ભાષામાં ધાર્મીક જ્ઞાન આપીને બીજા સમાજના સંતો અને ભકતોની મજાક ઉડાડતા આવેલા છે જેથી પણ હાલનું આવેદનપત્ર આપવાની જરૂર પડી છે. તેમ ઉમરાયું હતું.
સ્વામિનારાયણના સાધુઓને સાનમાં સમજી જવા ચેતવણી આપી
સાળંગપુરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ વિવાદસ્પદ ભીંતચિત્રો મૂકીને સનાતન ધર્મના લોકોની લાગણી દુભાવી હતી તે પ્રકરણ પૂરુ થયું ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો હતો. સ્વામિનારાયણના એક સાધુએ સનાતન ધર્મના ગુરુ ગેબીનાથજી વિશે એલફેલ ઉચ્ચારણો કર્યા હતા અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. ત્યારે પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને આક્રમક રીતે ઝાટકીને ચીમકી આપી હતી કે, આ મુદ્દે જો યોગ્ય નિકાલ નહિ આવે તો એકનું બીજું થશે. તેવી ગર્ભિત ધમકી આપી વિવાદ સર્જાવા માગતાં સ્વામિનારાયણના સાધુઓને સાનમાં સમજી જવા ચેતવણી આપી હતી.


