છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ચોરીઓમાં ૫૦ હજાર વણઉકેલ
સરેરાશ રાષ્ટ્રીય દર કરતા ભેદ ઉકેલવામાં ગુજરાત પોલીસ પાવરધી
અગ્ર ગુજરાત, ન્યુ દિલ્હી
ગુજરાતને દેશભરમાં એક મોડેલ સ્ટેટ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની બાબતમાં શરમજનક સ્થિતિ સામે આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ચોરી અને લૂંટના આંકડાઓ બહાર આવ્યા છે. જેમાં ગુજરાતમાં દરરોજ સરેરાશ 3૮ ચોરી અને ૯ લૂંટ થતી હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં થયેલી કુલ ચોરીઓમાંથી ૫૦ હજાર ચોરીના ભેદ હજુ સુધી ઉકેલાયા નથી. જો કે ભેદ ઉકેલવાના રાષ્ટ્રીય સરેરાશ દર કરતાં ગુજરાતમાં પરિણામ સારૂ રહ્યું હોવાનું પણ ચિત્ર જણાય છે.
આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત પોલીસ આવા ૫૦ ટકા ગુનાઓ નિષ્ફળ રહી છે. ૨૦૧૮ થી ૨૦૨૩ દરમ્યાન રાજયમાં ૯૭૯૫૦ ચોરી અને લુંટના ગુનાઓ નોંધાયા હતા. જેમાંથી માત્ર ૪૬૬૩૬ ગુનાઓ પકડાયા હતા. આ સમયગાળા દરમ્યાન ગુનાખોરી સ્થિર ગતિએ આગળ વધી છે. જો કે ૨૦૨૦ અને ૨૦૨૧ માં ચોરીના ગુનાઓ થોડા ઘટયા હતા કેમ કે લોકડાઉન અને કરફયુના કારણે મોટા ભાગે લોકો પોતના ઘરમાં જ રહયા હતા. આ બે વર્ષ દરમિયાન રાજયભરમાં ચોરીના ગુનાઓ ૧૦૦૦૦ જેટલા નોંધાયા હતા જે આંકડોપણ ચિંતાજનક કહેવાય.
બાકીના વર્ષોની વાત કરીએ તો ર૦૧૮માં ૧૪૧૭૦ ગુનાઓ નોંધાયા હતા. જેમાંથી માત્ર ૪ર ટકા જ ડીટેકટ થયા છે. જયારે ર૦ર૩માં સપ્ટેમ્બર સુધીમાં ચોરીના ૧૬પર૯ કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર પ૦ ટકાનું નિરાકરણ આવ્યું છે. લુંટના ગુનાઓ પકડવાનો દર ર૦૧૮માાં ૩૯ ટકા હતો અને ર૦ર૩માં પપ ટકા હતો.
ગુજરાત પોલીસના આંકડાઓએ પણ દર્શાવે છે કે ૨૦૧૮ થી સપ્ટેમ્બર ર૦ર૩ દરમ્યાન રાજયમાં રોજન સરેરાશ ૩૮ ચોરી અને ૯ લુંટના ગુનાઓ નોંધાયા હતા.
રાજયના પોલીસ દળની કાર્યક્ષમતાનો બચાવ કરતા એક સીનીયર અધિકારીએ કહયું કે ગુજરાતનો કેસ સોલ્વીંગ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા સારો છે.


