- DRIએ 18 લાખ રોકડા પણ કબ્જે કર્યા
- મુંબઈ – વાપી અને અમદાવાદમાં DRIની કાર્યવાહી
- વાપીની ફેક્ટરીમાંથી ઝડપાયું MD ડ્રગ્સ
રાજ્યમાં વિવિધ સ્થાનો પર ડ્રગ્સ સામે કડક કાર્યવાહી થઈ રહી છે. આ વચ્ચે NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ) હેઠળ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી GIDCમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાંથી મેફેડ્રોનના ગેરકાયદે ઉત્પાદન સાથે સંકળાયેલા મેસર્સ પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામની જીઆઇડીસી વાપીમાં આવેલી ફેક્ટરીમાંથી ઝડપી પાડ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, DRIએ ગુજરાત જીઆઈડીસી વાપીમાં નાર્કોટીક્સના ઉત્પાદન સાથે સંકળાયેલી બીજી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સુરત અને વલસાડની ફોરેન્સિક સાયન્સ લેબની ટીમે ફેક્ટરીમાંથી મળી આવેલા શંકાસ્પદ માદક પદાર્થમાં મેફેડ્રોન હોવાનો રિપોર્ટ આપતાં જ ફેક્ટરીમાંથી કુલ 121.75 કિલો મેફેડ્રોન પ્રવાહી સ્વરૂપે કબ્જે કરવામા આવ્યું છે.
તેમજ ફેક્ટરીમાંથી પકડાયેલા એક આરોપીનાં રહેણાંક જગ્યાની તપાસ કરતા આશરે 18 લાખની ભારતીય ચલણની નોટો રિકવર કરવામાં આવી હતી. ફેક્ટરીમાંથી પ્રવાહી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ફેક્ટરીમાંથી પકડાયેલું પ્રવાહી મેફેડ્રોન ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદેસર બજાર કિંમત અંદાજિત કિંમત 180 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.
હાલ DRIએ NDPS એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ રોકડ અને મેફેડ્રોન કબ્જે કરી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. મહત્વનું છે અગાઉ બે અઠવાડિયા પહેલા DRIએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં એક કેમિકલ યુનિટમાં મેફેડ્રોનના ઉત્પાદન સાથે સંકળાયેલી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ ફેક્ટરીમાંથી ઓપરેશન કરોડો રૂપિયાનો પ્રવાહી મેફેડ્રોન પણ કબજે કરવામાં આવ્યું હતું.


