- રાજસ્થાનના ઉદેપુરથી અફિણ લાવી વેચાણ કરતા
- નરોડા GIDCમાંથી 2 સપ્લાયરની ધરપકડ
- 2 બાઈક સહિત 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અફીણનો સેમી સોલિડ સ્નિગ્ધ રસ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.બંને આરોપીઓ રાતો રાત રૂપિયા કમાવવાની લાલચમાં આવીને અફીણનો જથ્થો લાવ્યા હતા.પોલીસની પકડમાં આરોપીઓ ના આવે તેના માટે એક ખાસ તરકીબ અપનાવતા હતા. જેનાથી આરોપીઓએ રાજસ્થાનથી અમદાવાદ સુધી ટુ વ્હીલર પર અફીણનો જથ્થો લઇ પહોંચ્યા હતા.
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે જયરાજસિંહ રાઠોડ અને દોલતસિંહ રાઠોડની ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનના રહેવાસી બંને આરોપીઓ પાસેથી 4 કિલો 941 ગ્રામ અફીણનો સેમીસોલિડ સ્નિગ્ધ રસનો જથ્થો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડયો છે. જયરાજસિંહ રાઠોડ કરિયાણાનો ધંધો કરે છે પરંતુ તેને પૈસાની જરૂરિયાત હોવાથી અમદાવાદમાં ઊંચા ભાવે અફીણ ખરીદવાના ગ્રાહકો મળી રહેતા હોવાની જાણકારી હોવાથી તેણે અફીણનો ધંધો કરવાનું વિચાર્યું હતું અને તેના મિત્ર દોલતસિંહનો સંપર્ક કરી રાજસ્થાનના જીતેન્દ્રસિંહ સિસોદિયા પાસેથી અફીણ લઈને આવ્યા હતા.
રાજસ્થાનના ઉદયપુરથી જીતેન્દ્રસિંહ સિસોદિયા નામના વ્યક્તિને પાસેથી અફીણનો જથ્થો ખરીદ્યા બાદ તેને ગુજરાત કેવી રીતે લાવવું તે ચિંતા આરોપીને સતાવતી હતી. જો કે દૌલતસિંહે પોલીસ પકડથી બચવા અફીણના જથ્થા સાથે બાઈક પર જ બોર્ડર ક્રોસ કરવા માટે પ્લાન બનાવ્યો હતો જેમાં જયરાજસિંહના શરીર પર પ્રવાહી અફીણના જથ્થાને બાંધીને પાછળ આવતો હતો અને દૌલતસિંહ તેની આગળ ટુ વ્હીલર પર પાયલોટીંગ કરતો હતો જેથી રસ્તામાં ક્યાંય પોલીસ નું ચેકીંગ અથવા ચેક પોસ્ટ આવે તો તરત જ તે જયરાજસિંહને જાણ કરતો હતો.
આરોપીઓએ પહેલીવાર પોલીસની પકડમાં આવ્યા છે અગાઉ ક્યારે આ રીતે અફીણનો જથ્થો લાવીને ક્યાં વેચાણ કર્યું છે અન્ય કોઈ તેમની સાથે સંકળાયેલ છે કે કેમ તેની તપાસ માટે ક્રાઇમબ્રાન્ચે આરોપીઓનાં રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.


