- નેતા હતો એટલે કોલેજ ગયા વિના પાસ થઇ ગયો
- રાજનેતા હોવાથી હાજરીની જરુર ના હોય તમે જાણો છો
- શિક્ષક બનવુ હતું પંરતુ રાજકારણના રવાડે ચડી ગયો
જામનગરના ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિમંત્રીએ જાહેર કાર્યક્રમ શિક્ષણ અને હાજરી અંગે વાસ્તવિકતાની વાત કરી હતી. જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શિક્ષક બનવુ હતુ પંરતુ રાજકારણના રવાડે ચડી ગયો હતો. જામનગરમાં બે દિવસ પહેલા શિક્ષક સંઘનો એક કાર્યક્રમ યોજાયો હતો.
શિક્ષક સંઘના કાર્યકમમા પોતાના અનુભવ સાથેની વાત હળવાશથી કરી હતી. આ દરમિયાન રાઘવજી પટેલે આપેલ નિવેદનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કૃષિમંત્રીએ કહ્યું કે, મેં PTC કર્યુ, આર્ટસ કર્યુ, લૉ કર્યુ અને સનદ મેળવ્યું પણ આ બધુ નેતા હતો તો મફતમાં થયું. આ સાથે કહ્યું કે, નેતા બની ગયો એટલે કોઈ હાજરીનું ના પૂછે, નેતા હોવ એટલે કોઇ પરીક્ષાનું કોઈ ન કહે. હાલ રાઘવજી પટેલનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
તેમજ તેમણે કહ્યું કે, રાજનેતા હોવાથી હાજરીની જરુર ના હોય તમે જાણો છો. આ ઉપરાંત પોતાની ઈચ્છા અંગે વાત કરતાં કૃષિમંત્રીએ કહ્યું કે, શિક્ષક બનવુ હતું પંરતુ રાજકારણના રવાડે ચડી ગયો અને બાદ કોલેજ કરી અને વકીલાત કરી એ પણ મફતમા થયું છે. શિક્ષણ સંઘના શિક્ષકોની હાજરી શિક્ષણ સ્થિતિએ કૃષિમંત્રીની હળવાશ સાથે વાસ્તવમાં વાત પોતાના અંદાજમા રજુ કરી હતી.


