- ડારી ટોલ બુથમાં તોડફોડ કરી લૂંટ ચલાવી
- કોમ્પ્યુટર તોડી ટેક્સની રકમની લૂંટ ચલાવી
- બીજ ગામના સરપંચના પુત્રએ ચલાવી લૂંટ
ગીર સોમનાથમાં ટોલ બુથ પર તોડફોડ કરી લૂંટ ચલાવી છે. જેમાં ડારી ટોલ બુથમાં તોડફોડ કરી લૂંટ ચલાવી છે. તેમાં કોમ્પ્યુટર તોડી ટેક્સની રકમની લૂંટ ચલાવી છે. બીજ ગામના સરપંચના પુત્રએ લૂંટ ચલાવી હતી. જેમાં અગાઉ થયેલી બબાલમાં મનદુઃખ રાખી આતંક મચાવ્યો હતો.
પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી
ટોલ બુથના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે. વેરાવળ નજીકના ડારી ટોલ બુથ પર તોડફોડ સાથે લૂંટમાં રાત્રીના 2 વાગ્યાના સુમારે 10 જેટલા ઈસમોએ આતંક મચાવ્યો હતો. ટોલ બુથના કોમ્યુટર તોડી નાખ્યા અને ટોલ ટેક્સની રકમની લૂંટ ચલાવી હતી. ટોલ બુથ પર લૂંટ ચલાવનાર બીજ ગામના સરપંચનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. જેમાં બે માસ પૂર્વે ટોલ બુથ પર બબાલ થયેલ હતી. જે બનાવનું મનદુઃખ રાખી સરપંચ પુત્રએ આતંક મચાવ્યો હતો.
ટોલ બુથના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી
ટોલ બુથના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજ ગામના સરપંચના પુત્ર અનિલ વાજા અને વિપુલ નામના ઈસમ સહિત 10 જેટલા યુવકો ટોલ બુથ પર તૂટી પડ્યા હતા. જેમાં ઘટના ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઓળખ છુપાવવા મોઢે રૂમાલ બાંધી આતંક મચાવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને દબોચી લીધા હતા. તેમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે લૂંટ, કાવતરું અને સરકારી સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ગુનો દાખલ કર્યો છે. ટોલ બુથમાં 4 લાખના કોમ્યુટરની તોડફોડ અને 8 હજાર રોકડની લૂંટ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


