- પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને અપાશે CPRની ટ્રેનિંગ
- અગાઉ પોલીસ, ભાજપના કાર્યકર્તાઓને CPRની તાલીમ અપાય હતી
- ભાજપ ડોક્ટર સેલ દ્વારા આપવામાં આવશે તાલીમ
રાજ્યમાં સતત હાર્ટ એટેકના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે તેના માટે તંત્ર જાગી રહ્યું છે. હાલ હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનો અને નાની ઉંમરના બાળકો હાર્ટ એટેકથી જાન ગુમાવી રહ્યાં છે.
આ માટે શાળામાં શિક્ષકોને હાર્ટ એટેકના કિસ્સામાં સી.પી.આર આપીને દર્દીનો જીવ બચાવવા માટેની ટ્રેનિંગ શિક્ષક વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવશે. આ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને CPRની ટ્રેનિંગ અપાશે
આ અગાઉ પોલીસ, ભાજપના કાર્યકર્તાઓને CPRની તાલીમ અપાય હતી. જે પછી ભાજપ ડોક્ટર સેલ દ્વારા આગામી દિવસોમાં શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવશે. તેમજ સી.પી.આર. થકી હાર્ટ એટેકના દર્દીને બચાવવા માટે કઈ રીતે છાતીના કયા ભાગમાં હાથની કઈ સ્થિતીમાં પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવું તે અંગે પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા જણાવવામાં આવશે.


