- મહિલા બેગમાં ભરેલું ડ્રગ્સ મુંબઈના નાલાસોપારા ખાતે લઈ જતી હતી
- રાજસ્થાનથી આવતી શ્રીનાથ ટ્રાવેલ્સની બસમાંથી 4.268 કિલોગ્રામ ડ્રગ જપ્ત
- બે વર્ષ અગાઉ વિઝા પૂર્ણ થઈ ગયા છતાં ગેરકાયદેસર રીતે દિલ્હીમાં રહેતી હતી
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ખાનગી લક્ઝરી બસમાંથી 4.26 કરોડના ડ્રગ્સ સાથે નાઈજીરીયન મહિલાને પકડી પાડવામાં આવી હતી. સરહદ પર પોલીસની નાકાબંધી દરમિયાન રાજસ્થાન બાજુથી આવી રહેલી શ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરી બસમાં તપાસ કરતા મુસાફરના સ્વાંગમાં બેઠેલી એક નાઈઝીરિયન મહિલાની શંકાના આધારે તેની બેગની તલાસી લેતા તેમાંથી મેથાએમ્ફીટામાઈન ડ્રગ મળી આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા એલસીબી તથા એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પર વોચ ગોઠવાઈ હતી. રાજસ્થાન બાજુથી આવેલી શ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરી બસને અટકાવી તલાશી લીધી હતી. એક નાઈઝીરિયન મહિલા પર શંકા જતા તેની તલાસી લેતા તેની પાસેથી 4.268 કિલોગ્રામ મેથાએમ્ફીટામાઈન ડ્રગ મળી આવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા મહિલા દિલ્હીથી મુંબઈ જઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી મળી આવેલ ડ્રગ્સ અંગે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે મહિલાની સઘન પૂછપરછ કરતા તે ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી. તેના વિઝા પણ 2021માં પૂર્ણ થઈ ગયા હતા આમ છતાં તે છેલ્લા બે વર્ષથી ગેરકાયદે રીતે દિલ્હીમાં રહેતી હતી અને મુંબઈ ખાતે તેને નાલાસોપારા ખાતે જવાનું હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.
બે વર્ષ અગાઉ વિઝા પૂર્ણ થઈ ગયા છતાં ગેરકાયદેસર રીતે દિલ્હીમાં રહેતી હતી
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મહિલાના વિઝા બે વર્ષ અગાઉ વર્ષ 2021માં પૂર્ણ થઈ ગયા હતા આમ છતાં તે દિલ્હી ખાતે ગેરકાયદે રહેતી હતી તેમ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળેલ છે.
પોલીસે ચેકિંગ કરતા આનાકાની કરી અને મહિલા ડ્રગ સાથે ઝડપાઈ
અમીરગઢ સરહદ પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન શ્રીનાથ ટ્રાવેલ્સની બસ આવી અને તેમાં નાઈઝીરીયન મહિલાને જોતા પોલીસે શંકાના આધારે તેના બેગની તલાસી લેવાની કોશિશ કરતા તેણે અનાકાની કરી હતી. તેમાં પોલીસને વધુ શંકા જતા બેગની તલાસી લેતા તેમાંથી ડ્રગ ઝડપાયું હતું.
દિલ્હીમાં બે વર્ષથી રહેતી હતી
ઝડપાયેલી નાઈઝીરીયન મહિલાનો વિઝા બે વર્ષ પહેલા પૂર્ણ થઈ ગયેલ હતો આમ છતાં તેણીની દિલ્હી ખાતે ચંદ્રવિહાર દીપક ગલી નંબર-રમાં બે વર્ષથી રહેતી હતી.


