- છેલ્લા 8 મહિનાથી દર્દીઓને નાસ્તો તેમજ ભાડાના નાણાં ન મળતા હાલાકી
- એક ડાયાલિસીસમાં 1650 જેટલો ખર્ચો સરકાર દ્વારા કરવામાં આવે છે
- દર્દીઓને મળતી સહાય એમના ખાતામાં જમા કરી દેવામાં આવશે
ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરીને વિવિધ યોજનાઓ અને સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવી જ સ્વાસ્થ્ય સેવાઓમાં ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી છે. જેમાં આંકલાવ સરકારી હોસ્પિટલ ખાતે તાલુકાના કિડનીના દર્દીઓને સારવાર માટે દૂરના જવું પડે માટે એક ડાયાલિસીસ કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યુ છે. પંરતુ મા કાર્ડ ધારકોને સારવાર માટે ચૂકવવામાં આવતી સહાયથી છેલ્લા 8 મહિનાથી વંચિત રહેતા હાલાકી ભોગવનો વારો આવ્યો છે.
આંકલાવ તાલુકામાં કિડનીની બીમારીથી પીડાતા દર્દીઓ માટે રાજ્યમાં શરૂ કરવામાં આવેલી PMJAY ડાયાલિસીસ યોજનામાં દર્દીઓને સારવાર માટે આવતા દર્દીઓ માટે ભાડાની તેમજ નાસ્તાની સુવિધાઓ કરવામાં આવી છે તેમજ એક ડાયાલિસીસમાં 1650 જેટલો ખર્ચો સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે આંકલાવ તાલુકામાં કીડનીના દર્દીઓને માત્ર સારવાર જ મળી રહી છે પરંતુ એક ડાયાલિસીસ પાછળ મળતી સહાય છેલ્લા 8 મહિનાથી ન મળતા દર્દીઓને સારવાર કરવા આવવું મુશ્કેલ બન્યું છે જેને લઈને તાલુકામાં કિડની બીમારીથી પીડાતા દર્દીઓની હાલત કફેડી બનવા પામી છે. તાલુકા હેલ્થ ઓફ્સિર આર.બી.પરમારે જણાવ્યું હતું કે ગ્રાન્ટ આવી ન હતી જેને લઈને આ તકલીફ્ થઈ હતી પરંતુ હાલ ગ્રાન્ટ આવી ગઈ છે ખાલી ક્લિયરન્સ કરવાનું બાકી છે દર્દીઓને મળતી સહાય એમના ખાતામાં જમા કરી દેવામાં આવશે.


