- વર્ગ 3ના કર્મચારીને 29 ઓગસ્ટ 2022થી મળશે લાભ
- સિપાહીને 4 હજાર, હવલદારને 4500 વધારો
- સુબેદારનો 5 હજાર, જેલ સહાયકનો 3500 વધારો
રાજ્ય સરકારે એક પછી એક અધિકારીઓને દિવાળીની ભેટ આપી છે. આ વચ્ચે લાંબા સમયથી જેલ કર્મચારીઓના પગારમાં વધારાની વાતો ચાલી રહી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે જેલના કર્મચારીઓને અનેક ફાયદા આપ્યા છે. જેમાં 1979માં અપાતા 60 રૂપિયાના જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થામાં 3500થી 5000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારે વર્ગ-3ના કર્મચારીઓ માટે જે 29 ઓગ્સ્ટ 2022 થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખ થી લાભ આપવામાં આવશે.
જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં નીચે મુજબનો વધારો લાગુ થશે :
- જેલ સહાયક – રૂ.3500/- , અગાઉ ન હતું
- સિપાઈ – રૂ.4000/-, અગાઉ 60 રૂ હતું
- હવાલદાર – રૂ.4500/-, અગાઉ 60 રૂ હતું
- સુબેદાર – રૂ.5000/- અગાઉ 60 રૂ હતું
આ ઉપરાંત ફીક્સ પગારના જેલ સહાયકોને રૂ.150/- લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.665/- રજા પગાર ચુકવવામાં આવશે. જેલ પ્રભાગના વર્ગ-3ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.25/-માં વધારો કરીને રૂ.500/- ચુકવવામાં આવશે. દિવાળી પર જેલ પરિવારના દરેક સદસ્યના રાજ્ય સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે.
સુરતમાં હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યુંકે, સરકાર લાંબા સમયથી જેલમાં દરેક નાગરિકોને પોતાનો હક મળી રહે તેવો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે સરકારે આ નિર્ણય કરીને જેલ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. આ માટે સરકારને જેલ કર્મચારીઓના ભથ્થામાં 13.22 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.


