- 1000 બસને ગૃહ રાજ્યમંત્રી દ્વારા રવાના કરવામાં આવી
- રાજ્યમાં Vocal For Local ને સારો પ્રતિસાદ મળ્યો
- ગુજરાતમાં દિવાળી સાથે નવવર્ષની પણ થશે ઉજવણી
રાજ્યમાં દિવાળીનો તહેવાર સારી રીતે પૂર્ણ થાય અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જ્યાં આ વચ્ચે આગામી દિવસોમાં વર્લ્ડ કપ ફાઈનલ ગુજરાતના અમદાવાદમાં રમાવાની છે તેની તૈયારીઓમાં ગુજરાત પોલીસ લાગી ગઈ છે.
આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દિવાળીમાં પોલીસ વિભાગ દ્વારા તમામ સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે. આ પછી વર્લ્ડ કપ ફાઈનલના લોકોના સ્વાગ્ત માટે તૈયાર છીએ. આ માટે BCCI, GCA સાથે સંકલન રાખીને યોગ્ય સુરક્ષાની તૈયારી કરવામાં આવશે. જેમાં કોઈ પણ ક્ષતિ રહેશે નહીં.
જ્યારે Vocal For Local ના અંગે જણાવ્યું કે, દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશનો લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. તેમજ નાના દુકાનદારોના પણ દીવાડાનું સારું વેચાણ જોવા મળ્યું છે. તેમજ લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે.


