- દીપાવલી પર્વમાં દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર
- દ્વારકાધીશના દર્શન માટે દર્શનાર્થીઓ ઉમટ્યા
- કાળીયા ઠાકોરના શ્રૃંગાર દર્શન કરી ધન્યતા અનુભવી
દ્વારકા મંદિરમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી છે. જેમાં દીપાવલી પર્વમાં દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર આવ્યું છે. તેમાં દ્વારકાધીશના દર્શન માટે દર્શનાર્થીઓ ઉમટ્યા છે. કાળીયા ઠાકોરના શ્રૃંગાર દર્શન કરી ધન્યતા અનુભવી છે. દ્વારકામાં દીપાવલી પર્વના નવા વર્ષ પર ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા લાંબી કતારોમાં જોવા મળ્યા છે.
દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનુ ઘોડાપુર
નવા વર્ષની શરૂઆત કરવા ભારત ભરમાંથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનુ ઘોડાપુર આવે છે. આજ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશની મંગલા આરતી તેમજ કાળીયા ઠાકોરના શ્રૃંગાર દર્શન કરી ધન્યતા અનુભવી છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભક્તો રીલાયન્સ રોડ હાથી ગેટ પાસે કાર પાર્કિંગ કરતા મોટીસંખ્યામાં કારની લાંબી કતારો લાગી છે.

દિવાળીના તહેવારોમાં લોકોમાં દેવ-દર્શનનું મહાત્મ્ય
હાથી ગેટથી છપ્પન સીડી સ્વર્ગ દ્વાર સુધી ભકતો ચાલીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા છે. દિવાળીના તહેવારોમાં લોકોમાં દેવ-દર્શનનું મહાત્મ્ય સૌથી વધુ હોય છે. જેમાં દિવાળીના પર્વમાં તો તમામ લોકો મંદિરોમાં દર્શન માટે જતા હોય છે. દ્વારકામાં દ્વારકાધિશના દર્શન માટે ધનતેરસથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. તમામ હોટલો-ગેસ્ટ હાઉસ હાફસફુલ થઈ ગયા છે. જગતમંદિરને રંગબેરંગી લાઇટીંગથી શણગારવામાં આવ્યું છે. ઝગમગાટથી ત્રિલોક્ય મંદિર શોભાયમાન થયું છે.
હિંદુ સંસ્કૃતિ માટે દિવાળી એટલે તહેવારોનો રાજા
હિંદુ સંસ્કૃતિ માટે દિવાળી એટલે તહેવારોનો રાજા. દિવાળી તહેવારને લઈ યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. અસત્ય પર સત્યના વિજયના પ્રતિકરૂપે આ તહેવાર આપણી સંસ્કૃતિ અને પરંપરાનું અનેરૂ ઉદાહરણ છે. શ્રીરામ જ્યારે અસત્યનાં પ્રતીકરૂપ રાવણને પરલોક ધામ પહોંચાડીને અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર ભારત વર્ષમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાયો હતો. લોકો પોતાના ઘરઆંગણે રંગોળી અને દીપ પ્રગટાવ્યા હતા. મીઠાઈઓ વહેંચી હતી અને લોકોએ એકબીજાને અભિનંદન આપ્યા હતા.


