- રિજનોયર સાયન્સ સેન્ટરમાં બનાવાશે સેન્ટર
- 3 કરોડના ખર્ચે બનાવાશે ફ્લાઇટ સિમ્યુલેટર સેન્ટર
- સિમ્યુલેટર સેન્ટરમાં એકસાથે 30 પ્રવાસીઓ બેસી શકશે
પાટણમાં ફ્લાઇટ સિમ્યુલેટર સેન્ટર આકાર પામશે. રિજનોયર સાયન્સ સેન્ટરમાં સિમ્યુલેટર સેન્ટર બનાવાશે. રૂપિયા 3 કરોડના ખર્ચે ફ્લાઇટ સિમ્યુલેટર સેન્ટર બનાવાશે. તેમાં બેઠા બેઠા ચંદ્ર, મંગળ પર જવાનો અહેસાસ માણી શકાશે. હેલીકૉપ્ટરના આકારનું સિમ્યુલેટર સેન્ટર બનશે.
સિમ્યુલેટર સેન્ટરમાં એકસાથે 30 પ્રવાસીઓ બેસી શકશે
સિમ્યુલેટર સેન્ટરમાં એકસાથે 30 પ્રવાસીઓ બેસી શકશે. પાટણની ઓળખમા નવા વર્ષમાં વધુ એક મોર પીંછ ઉમેરાશે. જેમાં પાટણની રાણીવાવ – પટોળા, દેવડા તેમજ રિજનોયર સાયન્સ બાદ વધુ એક છોગુ ઉમેરાશે. ત્યારે પાટણમા ફ્લાઇટ સિમ્યુલેટર સેન્ટર આકાર પામશે. રિજનોયર સાયન્સ સેન્ટર ખાતે 3 કરોડના ખર્ચે આકાર પામશે. પાટણ વાસીઓને ટૂંક સમયમાં નવી ભેટ મળવા જઈ રહી છે.
આજનો યુગ એ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો યુગ
આજનો યુગ એ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો યુગ છે. આજે વિજ્ઞાન અને ટેક્નોલોજીનું ક્ષેત્ર ખુબ જ ઝડપથી વિકસી રહ્યું છે. સમગ્ર વિશ્વ સાથે તાલમેલ મિલાવીને વિશ્વમાં આગવું સ્થાન મેળવવા માટે તકનીકી વિકાસ સાધવો ખુબ જ જરૂરી છે. જેના માટે સામાન્ય જનવર્ગ અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો જરૂરી છે તથા યુવાવર્ગને સંશોધન ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરવા, ઉદ્યોગસાહસિકતા વિકાસવવી અને આત્મનિર્ભરતા વિકસાવવાની તાતી જરૂર છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી કૌશલ્યવાન યુવાધન વિકસે
વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી કૌશલ્યવાન યુવાધન વિકસે અને તેના થકી દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકે છે. ગુજરાત અને આખા દેશનું હૃદય ગામડાઓમાં ધબકે છે. ત્યાં વસતા સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ ત્યાંની શાળાઓમાં ભણાવતા શિક્ષકોને વૈશ્વિક સ્તરે વિકસી રહેલ વિજ્ઞાન અને ટેક્નોલોજીના નવિનત્તમ આયામો સાથે રુબરુ કરવા જરૂરી છે તથા વિકાસ અને કાર્યદક્ષતા વધારવી જરૂરી છે. તે માટે આ સિમ્યુલેટર સેન્ટર અસરકારક સાબિત થશે.


