- એસ ટી નિગમના 8000 બસોના સંચાલન કર્યુ હતું
- દિવાળીના પર્વમાં કુલ 48.13 કરોડની આવક થઈ
- 7.41 કરોડની એક્સ્ટ્રા સંચાલન દ્વારા આવક થઈ
દિવાળી દરમિયાન ST વિભાગનો લોકોએ મહત્મ ઉપયોગ કર્યો છે. જેના કારણે એસટીની આવકમાં ધરખમ વધારો થયો છે. આ વખતે પણ ST નિગમ દ્વારા 8000 બસોના સંચાલન કર્યુ હતું જેમાંથી ST વિભાગને દિવાળીના પર્વમાં કુલ 48.13 કરોડની આવક થઈ છે.
એટલું જ નહીં ગુજરાત ST વિભાગે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ વચ્ચે ગયા વર્ષે સમગ્ર ભારતમાં એક જ દિવસમાં ઓનલાઇન બુકિંગનો રેકોર્ડ તોડ્યો છે. જેમાં 15 તારીખના રોજ 1,21,329 સીટનું ઓનલાઇન બુકિંગ કરી સમગ્ર ભારતમાં રેકોર્ડ બનાવ્યો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બન્યો છે.
આ વખતે રેકોર્ડ બ્રેક આવક નોંધાય છે. જેમાં દિવાળીના પર્વમાં કુલ 48.13 કરોડની આવક થઈ છે. આ વચ્ચે ST વિભાગને 7.41 કરોડની એક્સ્ટ્રા સંચાલન દ્વારા આવક થઈ છે. તેમજ કુલ 3,12,179 મુસાફરો એક્સ્ટ્રા બસના સંચાલનનો લાભ લીધો હતો.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એસટી વિભાગ દ્વારા લગભગ 20 થી 30 ટકા વધારે બસોનું સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ગત વર્ષે 1500 જેટલી બસોનું સંચાલન કરાયું હતું. જ્યારે આ વર્ષે 2200 જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલનનું આયોજન કરાયું છે. જે એ જ બતાવે છે કે મુસાફરોની સંખ્યામાં આ વખતે ગત વર્ષની સરખામણીએ વધુ વધારો નોંધાઈ શકે છે.


