- સટ્ટાબજારમાં ભારત 35 પૈસાના ભાવ સાથે હોટફેવરિટ
- ઓસ્ટ્રેલિયા 55 પૈસાના ભાવ સાથે ખુલ્યુ
- સટ્ટાબજારમાં ભારતનો ભાવ 20 પૈસા સુધી જઈ શકે છે
રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે. આ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પરિપૂર્ણ થઈ ગઈ છે. ભારતની ક્રિકેટ ટીમ સટ્ટા બજારમાં હોટ ફેવરિટ બની છે,સટ્ટાબજારમાં ભારતની ટીમની જીત માટે 45 પૈસા અને ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાવ 1.90 બોલાઈ રહ્યો છે. જેની સાથે જ ભારતીય ટીમનો ભાવ 20 પૈસા સુધી જઈ શકે છે.
ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા શરૂઆતથી જ હોટ ફેવરિટ ટીમ રહી છે. આ વચ્ચે એક અંદાજ પ્રમાણે એકલા ગુજરાતમાંથી જ કરોડનો સટ્ટો રમાવાનો છે. દેશમાં આ મેચ પાછળ સટ્ટાની રકમ 15 હજાર કરોડને આંબશે. 100થી વધુ બુકીઓએ દુબઈ સહિતના દેશોમાંથી પડાવ નાંખી દીધો છે. જેમાં કેટલાંક બુકીઓ ગુજરાતમાંથી જ સેશન પર 5 હજાર કરોડથી વધુનો સટ્ટો રમાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
જ્યારે મેચ દરમિયાન પ્રથમ સેશન 10 ઓવરનું ખોલ્યા બાદ 5-5 ઓવરનું સેશન પ્રમાણે બુકીઓ સટ્ટો રમાડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર મેચમાં 15 હજાર કરોડથી વધુનો સટ્ટો રમાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
હાઇટેક ટેક્નોલોજીનો ઉપયોગ
એક બુકીએ જણાવ્યું કે ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચ સટ્ટોડીયાઓ માટે અતિ મહત્ત્વની હોય છે. બુકીઓ માટે મેચમાં કરોડોનો કમાવવાનો ટારગેટ હોય છે. તેમજ પાવર પ્લે, સેશન, ટોટલ સિક્સ , ટોટલ ફેર, પ્લેયરનો સ્કોર, જેવા અલગ અલગ સેગમેન્ટ પર સટ્ટો રમાતો હોય છે. બુકીઓ દ્વારા વિવિધ એપ બનાવીને સટોડિયાઓને અપાય છે. સ્ટેડિયમમાં બુકીઓ ફેનથી તેમના નેટવર્કમાં કનેક્ટ થવા માટે વોટ્સેપ કે ટેલીગ્રામ નહીં પણ તેમણે તૈયાર કરેલી વિશેષ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે.


