- પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ફટાકડા ફોડતા બની દુર્ઘટના
- ગેસ વાળા ફુગ્ગા પકડીને ઉભેલી યુવતીઓ દાઝી
- ઊંઝાના બ્રાહ્મણવાડામાં બની ઘટના
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં બ્રાહ્મણવાડા ખાતે આજે ગણપતિદાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એ દરમિયાન મોટી દુર્ઘટના બની હતી,. જેમાં ફૂટેલા ફટાકડાની જ્વાળા ગેસના ફુગ્ગાને અડી જતાં એક મોટો ઘડાકો થયો હતો, જેમાં માસૂમ બાળકો સહિત 30 જેટલા લોકો દોઝી ગયાં હતાં.
દિવાળી પછી લાભ પાંચમના દિવસે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં બ્રાહ્મણવાડા ખાતે મોટી દુર્ઘટના બની છે. જેમાં આજે ગણપતિદાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ દરમિયાન ફટાકડાની જ્વાળા ગેસના ફુગ્ગાને અડી જતાં એક મોટો ઘડાકો થયો હતો. આ દરમિયાના માસૂમ બાળકો સહિત 30 જેટલા લોકો દાઝી ગયાં હતાં.
આ અંગેની માહિતી અનુસાર, ઊંઝાના બ્રાહ્મણવાડા ખાતે આજે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ હતો. જેના દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ વચ્ચે અચાનક જ કેટલાક લોકો ગેસના ફુગ્ગા સાથે ઉભા હતા. ત્યારે બાજુમાં જ ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. અને તેમાં અચાનક આગની જ્વાળા ગેસના ફુગ્ગાને અડી જતા એક મોટો ભડકો થયો હતો.
ગેસના ફુગ્ગાને લઈને ઊભેલા 30 લોકો દાઝ્યા હતા. તેમજ તમામ ઈજાગ્રસ્તને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ સ્થાનિક દવાખાને તેમજ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડી વધુ સારવાર અર્થે દર્દીઓને જનરલ હોસ્પિટલ ઊંઝા ખાતે રિફર કર્યા હતા. જ્યારે 25 જેટલા દર્દીઓને લાયન્સ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યાં છે.
આ પછી ઈજાગ્રસ્તોને પીએચસી સેન્ટર અને ઊંઝા એસડીએચ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ લાયન્સ હોસ્પિટલ મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનામાં કોઈના મોતના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યાં. જોકે, થોડીવાર માટે ભાગદોડ મચી ગઈ હતી.


