- યુવતીએ સોશિયલ મીડિયા પર 10 બોયફ્રેન્ડ બનાવ્યા હતા
- અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી સોશિયલ મીડિયાનું વળગણ છોડાવ્યું
- યુવતીએ શરૂઆતમાં અભયમની ટીમ સાથે પણ ઝઘડવાનું શરૂ કર્યુ હતુ
બોપલના એક શ્રીમંત પરિવારની 20 વર્ષની યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. તેને સોશિયલ મીડિયાનું વળગણ થઈ ગયું હતું. માતા-પિતાએ આપેલી સગવડોનો પુત્રીએ બેફામ ઉપયોગ કર્યો હતો. જેમાં માતા-પિતાને જાણવા મળ્યું હતું કે, સોશિયલ મીડિયામાં તેણે10 કરતાં વધુ બોયફ્રેન્ડ બનાવેલા છે. તમામની સાથે અભદ્ર વાતો કર્યા કરે છે. માતા-પિતા તેને મોબાઈલ ફોન આપીએ નહી તો મરી જવાની ધમકી આપતી હતી. જેથી માતા-પિતાએ અભયમનો સંપર્ક કરતા અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરીને તેનું સોશિયલ મીડિયાનું વળગણ છોડાવ્યું હતું.
બોપલમાં 20 વર્ષીય યુવતી કોલેજમાં ભણે છે અને માતા-પિતા સાથે રહે છે. તેમજ યુવતીને મોબાઇલમાં સોશિયલ મીડિયાનું વળગણ એવું લાગ્યુ હતું કે, તેને 10થી પણ વધુ યુવકો સાથે પ્રેમ સબંધ રાખીને બેઠી હતી અને માતા-પિતા તેને સોશિયલ મીડિયા વાપરવાનું બંધ કરી દેવાનું કહેતા તો, મરી જવાની ધમકી આપતી હતી. જેથી માતા-પિતાએ મહિલા અભયમનો સંપર્ક કરતા ટીમે યુવતીના ઘરે પહોચી ત્યારે યુવતી ઘરમાં જ હતી અને તેના માતાપિતાએ દીકરીનો મોબાઈલ ફોન લઇ લીધો હોવાથી ઘરમાં કંકાશ ચાલી રહ્યો હતો. અભયમની ટીમ ઘરમાં પહોચી ત્યારે માહોલ થોડીવાર માટે શાંત થઇ ગયો હતો. બાદમાં યુવતીએ શરૂઆતમાં અભયમની ટીમ સાથે પણ ઝઘડવાનું શરૂ કર્યુ હતુ. પરંતુ અભયમની ટીમે યુવતીને સમજાવી અને શાંત કરી ત્યારબાદ સોશિયલ મીડિયાથી પોતે જે કઈપણ કરી રહી છે તેનું કેટલું ગંભીર પરિણામ આવી શકે છે અને શું નુકશાન થઇ શકે છે તેની સમજણ આપી હતી. યુવતીએ કહ્યું હતું કે, કોલેજમાં તેની કેટલીક બહેનપણીઓ છે તે પણ આ જ પ્રકારે સોશિયલ મીડિયામાં ઘણાં છોકરાઓ સાથે પ્રેમ સબંધ રાખે છે, એટલે તેણે પણ આ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો હતો. ત્યારે અભયમની ટીમે યુવતીને કાયદાકીય માહિતી પણ આપી. જેનાથી 20 વર્ષીય યુવતીને સમજ પડી હતી કે, તે જે કઈ પણ કરી રહી છે તે ખોટું કરી રહી છે.


