- ગીરના જંગલ વિસ્તાર નજીક સિંહ બેલડીને ભેંસે ભગાડ્યા
- રસ્તાના છેડે આરામ ફરમાવતા સિંહ સિંહણ સામે દોડી આવી ભેંસ
- આફ્રિકાના જંગલોમાં જોવા મળતી ઘટના ગીરના વિસ્તારોમાં મળી જોવા
સામાન્ય રીતે આફ્રિકાના જંગલોમાં સિંહ આરામ ફરમાવતા હોય તેવું જોવા મળે છે. અવારનવાર આવી ઘટનાઓ ગીરના જંગલોમાં પણ જોવા મળી જાય છે. હાલમાં પણ આવું જ બન્યું છે. ગીરના જંગલ વિસ્તારમાં સિંહ બેલડીનો વીડિયો વાયરલ થયો છે.
વિડિયો ગીરના જંગલ આસપાસનો હોવાનું અનુમાન
ગીરના જંગલ વિસ્તાર નજીક સિંહ બેલડીને ભેંસે ભગાડ્યા છે. રસ્તાના છેડે આરામ ફરમાવતા સિંહ સિંહણ સામે ભેંસ દોડી આવતી જોવા મળી છે. સિંહ સિંહણ સામે ભેંસે દોટ મૂકી હતી. ભેંસને સામી દોડ મૂકી આવતી જોઈ સિંહ સિંહણ ભાગ્યા અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.


