- યમનના હુતી વિદ્રોહીઓએ ભારત જનારા ઈઝરાયેલના વિમાનને કર્યું હાઈજેક
- ઈઝરાયેલની માલિકીના જહાજને હાઈજેક કરીને ક્રૂને બંધક બનાવ્યા
- નેતન્યાહુના કાર્યાલયે જહાજના અપહરણની નિંદા કરી ‘ઈરાની આતંકવાદી કૃત્ય’ ગણાવ્યું
યમનના હુતી વિદ્રોહીઓએ ભારત જનારા ઈઝરાયેલના વિમાનને હાઈજેક કર્યું છે. રવિવારના રોજ ભારત જઈ રહેલા ઇઝરાયેલના માલવાહક જહાજને લાલ સમુદ્રમાં હાઇજેક કરવામાં આવ્યું હતું. તેમજ 2 ડઝનથી વધુ ક્રૂ મેમ્બર્સને બંધન બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, 25 લોકોને હુતી લડવૈયાઓએ બંધક બનાવ્યા છે. ઘટના અંગે માહિતી મળી ત્યારે આ જહાજ તુર્કીના કોર્ફેઝમાં હતું અને ભારતના પીપાવાવ તરફ જઈ રહ્યું હતું. એવી આશંકા છે કે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે પ્રાદેશિક તણાવ નવા દરિયાઇ મોરચામાં છવાઈ શકે છે.
બંધકોમાં ઈઝરાયેલના નાગરિકોનો સમાવેશ થતો નથી
યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોનું કહેવું છે કે તેઓએ ઈઝરાયેલની માલિકીના જહાજને હાઈજેક કર્યું છે અને તેના ક્રૂને બંધક બનાવ્યા છે. જૂથે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ગાઝામાં હમાસ શાસકો સામે ઇઝરાયેલનું અભિયાન ચાલુ રહેશે ત્યાં સુધી તે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઇઝરાયલની માલિકીના જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. બળવાખોરોએ રવિવારે લાલ સમુદ્રમાં ઈઝરાયેલના જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી છે. ગયા મહિને હુતી બળવાખોરોને મહત્વપૂર્ણ સમુદ્ર શિપિંગ માર્ગ દ્વારા મિસાઇલો અને ડ્રોન મોકલવાની શંકા હતી. અપહરણ કરાયેલા જહાજના બંધકોમાં બલ્ગેરિયન, ફિલિપિનો, મેક્સિકન અને યુક્રેનિયન સહિત વિવિધ રાષ્ટ્રીયતાના 25 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. જોકે તેમાં કોઈ ઈઝરાયેલનો નાગરિક નથી.
નેતન્યાહુએ નિંદા કરી
નેતન્યાહુના કાર્યાલયે ‘ગેલેક્સી લીડર’ નામના જહાજના અપહરણની નિંદા કરીને તેને ‘ઈરાની આતંકવાદી કૃત્ય’ ગણાવ્યું છે. ઈઝરાયેલની સેનાએ જહાજ અપહરણની ઘટનાને વૈશ્વિક પરિણામો સાથે ખૂબ જ ગંભીર ઘટના ગણાવી છે.
તો બીજી તરફ, ઈઝરાયેલના અધિકારીઓએ કહ્યું છે કે આ જહાજ બ્રિટિશ માલિકીનું હતું અને જાપાન દ્વારા સંચાલિત હતું. સાર્વજનિક શિપિંગ ડેટાબેસેસ રે કેર કેરિયર્સની માલિકીના જહાજની યાદી આપે છે જેની સ્થાપના અબ્રાહમ ‘રામી’ ઉંગરે કરી હતી. ઉંગરની ગણતરી ઈઝરાયેલના સૌથી અમીર લોકોમાં થાય છે.


