- 17 કર્મચારીઓ 15થી 40 ટકા દાઝી ગયા
- છ કર્મચારીઓ 60 ટકાથી વધુ દાઝી ગયા છે
- બે કર્મચારીઓ તો 100 ટકા દાઝી ગયો છે
સુરતની એથર કંપનીમાં આગ લાગવાના મામલે એથરના છ કર્મચારીની હાલત અતિગંભીર છે. તેમાં છ કર્મચારીઓ 60 ટકાથી વધુ દાઝી ગયા છે. તથા બે કર્મચારીઓ તો 100 ટકા દાઝી ગયા છે. તેમજ 17 કર્મચારીઓ 15થી 40 ટકા દાઝી ગયા છે.
આગ લાગવાથી કુલ 27 કર્મચારી દાઝી ગયા
એથર કંપનીમાં આગ લાગવાથી કુલ 27 કર્મચારી દાઝી ગયા છે. જેમાં તમામને સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે એથર કંપનીને GPCBએ દંડ ફટાકાર્યો છે. પર્યાવરણને નુકસાન કરતા રૂ. 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આખરે GPCBએ એથર કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. કોમ્પ્યૂટરાઈઝ્ડ ડેટાનું એનાલિસિસ મહત્ત્વનું પૂરવાર થશે. ટેટ્રાહાઈડ્રોફ્યુરાન, સોલવન્ટ, પાણી મિશ્રિત કેમિકલ લિકેજ થયુ હતુ. જ્વલનશીલ પદાર્થના સંપર્કમાં આવતા બ્લાસ્ટનું અનુમાન છે.
આગની ઘટનામાં 7 લોકોના મૃતદેહ મળી આવ્યા
સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે 2 વાગ્યે ભયંકર આગ લાગી ગઈ હતી. સ્ટોરેજ ટેન્કમાં લિકેઝ બાદ આગ લાગતાં જ બ્લાસ્ટ થયો હતો. જેથી આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 10થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી હતી અને 7 કલાકના અંતે આગ પર કાબુ મેળવાયો હતો. આ આગની ઘટનામાં 7 જેટલા કર્મચારીઓની કોઈ ભાળ મળી ન હતી અને તમામની શોધખોળ ચાલુ હતી ત્યારે હવે તમામ 7ના મૃતદેહ મળી આવ્યા છે.


