- નેતાઓએ ફટાકડા ફોડી અને ગરબા રમી કરી ઉજવણી
- અમિત શાહે મધ્યપ્રદેશના ભાજપ અધ્યક્ષને ફોન કર્યો
- કેન્દ્ર સરકારે 10 વર્ષમાં કરેલી કામગીરીને આવકારી
આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણાનું પરિણામ આવશે. તેમજ મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે એટલે કે 4 ડિસેમ્બરે આવશે. ત્યારે ભાજપને બહુમતી મળતા ગાંધીનગર કમલમમાં ઉજવણી શરૂ થઇ છે.
નેતાઓએ ફટાકડા ફોડી અને ગરબા રમી ઉજવણી કરી
નેતાઓએ ફટાકડા ફોડી અને ગરબા રમી ઉજવણી કરી છે. 4 રાજ્યોમાં ચૂંટણી પરિણામ બાદ સાંસદ કિરીટ સોલંકી અને ધારાસભ્ય અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. જેમાં રાજસ્થાન એમપીમાં ભ્રષ્ટાચાર વાયદા માત્ર કાગળ પર રહેતા અને ઘોષણા પત્રમાં ખાલી મુદ્દા હોવાના કારણે કોંગ્રેસને જાકારો મળ્યો છે. કેન્દ્ર સરકારે 10 વર્ષમાં કરેલી કામગીરીને આવકારી છે. છત્તીસગઢમાં પણ હજી રાહ જુઓ ભાજપ સરકાર બનાવશે.

અમિત શાહે મધ્યપ્રદેશના ભાજપ અધ્યક્ષને ફોન કર્યો
અમિત શાહે મધ્યપ્રદેશના ભાજપ અધ્યક્ષને ફોન કર્યો છે. તેમાં ભાજપના ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે. તેમાં અમિત શાહે વી.ડી શર્માને શુભેચ્છા પાઠવી છે. ત્યારે શિવરાજસિંહે જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં જનતા જનાર્દનનો વિજય થયો છે. ભોપાલ ગેસ દુર્ઘટનાના મૃતકોને શિવરાજસિંહે યાદ કર્યા છે. ગેસ ટ્રેજડી ફરી ન થાય. ફરી કોઇ શહેર ભોપાલ ન બને. કોંગ્રેસને લોકોએ જાકારો આપ્યો છે.

રસાકસી બાદ ટોંકથી સચિન પાયલટ ફરી આગળ
રાજસ્થાનમાં વસુંધરા રાજે મોટી લીડથી આગળ છે. ત્યારે 30 હજાર મતોથી ઝાલરાપાટણથી વસુંધરા રાજે આગળ છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત 5451 મતથી આગળ છે. સરદારપુરા બેઠક પરથી મોટી લીડથી ગેહલોત આગળ છે. રસાકસી બાદ ટોંકથી સચિન પાયલટ ફરી આગળ છે.


