- ઢોર પકડનાર પાર્ટીએ આખલાને ભારે જહેમત બાદ પકડી લીધા હતા
- શહેરમાં રખડતાં ઢોરને લઇને નગરજનો હેરાન પરેશાન
- શહેરમાંથી રખડતાં છ આખલા પકડીને ડબ્બામાં પૂરવામાં આવ્યા
નડિયાદ શહેરમાં રખડતાં ઢોરને લઇને નગરજનો હેરાન પરેશાન થઇ ગયા છે.જેમાં સ્ટેશન રોડ સહિત અન્ય વિસ્તારમાં પાલિકા ઢોર પાર્ટી દ્વારા વિવિધ વિસ્તારોમાંથીરખડતાં ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં સોમવારે સાંજે વિવિધ વિસ્તારો માંથી રખડતાં છ આખલા પકડીને ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા.
નડિયાદ વિવિધ વિસ્તારોમાં રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રખડતાં આખલાએ આંતક મચાવતાં હતા. આ બાબતે પાલિકા ઢોર પાર્ટીના રાકેશભાઇ શર્માએ જણાવ્યું હતું કે શહેરના સંતરામ રોડ , વાણિયાવડ સર્કલ સહિત વિવિધ વિસ્તારોમાંથી ભારે જહેમત બાદ છ આખલા પકડી લેવામાં આવ્યા હતા. આ તમામ આખલાઓને ડબ્બામાં પૂરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નડિયાદ નગરમાં રોડ પર રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ ચાલી રહી છે.


