- સહાય માટે રૂ. 350 કરોડની મંજુરી મળી
- રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો
- ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
સુરતમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં પાકને જાનવરોથી બચાવવાની તાર ફેન્સીંગની સહાય મળશે. તેમાં સહાય માટે રૂપિયા 350 કરોડની મંજુરી મળી છે. રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો છે. તેમાં 12 ડિસેમ્બરથી ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.
તાર ફેન્સીંગથી ભૂંડ, નિલગાય સહિતના જાનવરોથી પાકને બચાવી શકાશે
તાર ફેન્સીંગથી ભૂંડ, નિલગાય સહિતના જાનવરોથી પાકને બચાવી શકાશે. ખેતરનાં રક્ષણ માટે રાજય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. ફેન્સીંગ બનાવવાની સહાય યોજનાને વહીવટી મંજુરી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતનાં પાંચ જિલ્લાઓમાં 12 ડિસેમ્બરથી ખેડૂતો અરજી નોંધાવી શકશે. તેમાં રાજય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત 350 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મહત્તમ 2 હેકટર માટે નવી તારની વાડ બનાવવામાં આવશે
આ યોજનામાં મહત્તમ 2 હેકટર માટે નવી તારની વાડ બનાવવામાં આવશે. તેમજ રનીંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા ખરેખર થનાર ખર્ચનાં 50 ટકા પૈકી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે.


