- રાજ્યના 7 શહેરોમાં તાપમાન 17 ડિગ્રીથી નીચે
- અન્ય 7 શહેરોમાં તાપમાન 18 ડિગ્રી આસપાસ
- સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી
રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં રાજ્યના 7 શહેરોમાં તાપમાન 17 ડિગ્રીથી નીચે ગયુ છે. તેમજ અન્ય 7 શહેરોમાં તાપમાન 18 ડિગ્રી આસપાસ છે. જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી રહ્યું છે. તેમજ અમદાવાદમાં 18.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ડીસામાં 15.6 ડિગ્રી, કેશોદમાં 17.5 ડિગ્રી તાપમાન
ભુજમાં 15.2 ડિગ્રી , રાજકોટમાં 16.0 ડિગ્રી સાથે ડીસામાં 15.6 ડિગ્રી, કેશોદમાં 17.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગુજરાતમાં ફરી એક વખત માવઠુ પડી શકે છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. અંબાલાલના જણાવ્યા અનુસારસ, ગુજરાતમાં લધુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે. 12થી 15 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.
અરબ સમુદ્રમાં 13, 14 ડિસેમ્બરે હલચલ રહેશે
અરબ સમુદ્રમાં 13, 14 ડિસેમ્બરે હલચલ રહેશે. આ કારણે રાજ્યમાં 13 અને 14 ડિસેમ્બરે માવઠુ પડવાની શકયતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં માવઠું પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહશે. રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના છે. રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહશે. ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે. નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


