- ઘણીવાર બાળકોને પણ આ દવા અપાતી હોય છે
- દર્દશામક દવા મેફટલ પ્રતિકૂળ રિએક્શનનું કારણ બની શકે
- માંસપેશીઓ અને સાંધાનો દુખાવો થવાની શક્યતા : સરકાર
મહિલાઓ માટે ક્યારેક પિરિયડ્સનું દર્દ અસહ્ય થઇ જાય છે ત્યારે તેને ઘટાડવા માટે પેઇનકિલરનો પણ સહારો લેતી હોય છે. આવા સંજોગોમાં કેટલીક પેઇનકિલર ખાવામાં ઘમી વાર નુકસાન પણ થતું હોય છે. ફાર્મા સ્ટાન્ડર્ડ બોડી ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન (આઈપીસી)એ દવા સલામતીની ચેતવણી ઈશ્યૂ કરી છે. આ ચેતવણી આરોગ્ય સંભાળ ક્ષેત્રના વ્યવસાયિકો તથા દર્દીઓને પિરિયડ્ઝના દર્દને ઘટાડવા વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી પેઇનકિલર મેફટલની પ્રતિકૂળ રિએક્શન પર દેખરેખ રાખવાની સલાહ આપે છે. આ દવા સામાન્ય રીતે માસિકના ખેંચાણ અને સંધિવા માટે વપરાય છે. વાસ્તવમાં ડ્રગ રિએક્શનને કન્ટ્રોલ કરનારી સરકારી સંસ્થા ફાર્માકોવઝિલન્સ પ્રોગ્રામ ઓફ ઈન્ડિયા(PvPI)એ આ દવાને લઇને મોટું નિવેદન આપ્યું છે.
સંસ્થાનું કહેવું છે કે આ દવાનો ઉપયોગ કર્યા બાદ લોકોમાં ડ્રેસ સિન્ડ્રોમ જેવા લક્ષણો જોવા મળે છે. PvPI અનુસાર દેશમાં આ દવાનો ઉપયોગ માંસપેશીઓ અને સાંધાના દુખાવામાં અને માથાના દુખાવામાં પણ કરે છે. ઘણી વાર તો બાળકોને તાવ આવતો હોય તો પણ આ દવા આપવામાં આવે છે. આથી સરકારે ચેતવણી ઉચ્ચારી છે.
ડ્રેસ સિન્ડ્રોમ શું છે?
વાસ્તવમાં ડ્રેસ સિન્ડ્રોમ એક સિરિયલ એનર્જીક રિએક્શન છે. તેમાં વ્યક્તિની ચામડી પર દાણા અને રેશિઝ થઇ જાય છે. આ રિએક્શન થવાથી ઘણીવાર વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ દવાનો ઉપયોગ કર્યા બાદ મૃત્યુનો ભય 10 ટકા સુધી વધી શકે છે. ડ્રેસ સિન્ડ્રોમ થવાના કારણે લિવરની સાથોસાથ લિંફ નોડ્ઝ પણ પ્રભાવિત થઇ શકે છે. પીપીવીઆઈ અનુસાર ચિકિત્સકની સલાહ વગર આ દવા લેવી યોગ્ય નથી.


