- TP સ્કીમ માટે ઔડા બોર્ડ બેઠકમાં લેવાયો નિર્ણય
- અમદાવાદથી કલોલ જવા માટે હવે અડાલજ જવું નહિ પડે
- SP રિંગરોડ સરદાર ધામ નજીકથી કલોક જતો રોડ બનશે
અમદાવાદમાં વધુ એક TP સ્કીમ પડશે. TP સ્કીમ માટે ઔડા બોર્ડ બેઠકમાં નિર્ણય લેવાયો છે. તેમાં અમદાવાદથી કલોલ જવા માટે હવે અડાલજ જવું પડશે નહિ. જેમાં SP રિંગરોડ સરદાર ધામ નજીકથી કલોક જતો રોડ બનશે.
60 મીટર પહોળાઈ ધરાવતો રોડ બનાવવા મંજૂરી આપવામાં આવી
60 મીટર પહોળાઈ ધરાવતો રોડ બનાવવા મંજૂરી આપવામાં આવી છે. 202 હેકટર વિસ્તારમાં ટી.પી.સ્કીમ બનશે. ઔડાની બેઠકમાં TP સ્કીમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે આ પહેલા જાહેરનામું બહાર પાડ્યું હતુ. ધાણજ, જાસપુર અને પલસાણાને આવરી લેતી ટી.પી.સ્કીમ બનાવાશે. 202 હેકટર વિસ્તારમાં ટી.પી.સ્કીમ બનશે. તેમાં ઔડાની બેઠકમાં ટી.પી.સ્કીમ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારે આ પહેલા જાહેરનામું બહાર પાડ્યું હતું
રાજ્ય સરકારે આ પહેલા જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં ખેતી લાયક જમીનમાંથી રહેણાક વિસ્તાર બનાવવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી (TPEMC) એ ટીપી સ્કીમ નં. 221 ઓગણજથી સોલા- ભાડજને સોમવારે મંજૂરી આપી છે. આ યોજના 800 એકર વિસ્તારને આવરી લેશે. આ સાથે આ ટીપી સ્ક્લીમ ગુજરાતની બીજી સૌથી મોટી ટીપી સ્કીમ બની ગઈ છે.
AMC 210 પ્લોટ હસ્તગત કરશે
અદાવાદ મ્યુનિશિપલની ટાઉન પ્લાનિંગ કમિટીમાં બહેરામપુરા-શાહવાડી ઉપરાંત આંબલી, પીપળજ, સૈજપુર તથા ઓગણજ-સોલા-ભાડજ ટી.પી.સ્કીમના પરામર્શ અંગેની દરખાસ્ત મંજુર કરાઈ છે. મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી બાદ રાજય સરકારની મંજૂરી માટે આ દરખાસ્ત મોકલાશે. TPEMC કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, આ મંજૂરી અમદાવાદના ડેવલપમેન્ટના મેગા પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ છે. ટીપી સ્કીમ નં. 221 અંતર્ગત AMC માટે 60% અને બગીચાઓ, રમતના મેદાનો, પાર્કિંગ સુવિધાઓ વગેરેના વિકાસ માટે 40%ના ગુણોત્તરને અનુસરીને AMC 210 પ્લોટ હસ્તગત કરશે.
વિકાસ માટે AMC 80 પ્લોટ લેશે
અન્ય ત્રણ ટીપી સ્કીમોને પણ મંજૂરી મળી ગઈ છે. ટીપી સ્કીમ નં. 32 શાહવાડીથી બહેરામપુરા સુધીના ઔદ્યોગિક ઝોનમાં સ્થિત છે. તેમાં 25% જમીન કપાત આવશે. ચેરમેને સ્પષ્ટ કર્યું કે આ કપાત તેના ઔદ્યોગિક ઝોનના વર્ગીકરણ અને ગટર ડમ્પિંગ સ્ટેશન અને નારોલનો ટેકરાને કારણે ઘટાડો નથી. તેમજ વિકાસ માટે AMC 80 પ્લોટ લેશે.


