- વિદેશથી ખાસ કરીને દુબઈથી આવતા પેસેન્જરો પર નજર
- હાલમાં 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 63,500
- હાલ લગ્નસરાની સિઝન હોવાથી સોનાના દાગીનાની ખરીદી પણ વધી
હાલ માર્કેટ પ્રાઇઝ મુજબ 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 63,500 નોંધાયો હતો. ગોલ્ડના વધવાને કારણે દાણચોરીની શક્યાતાઓ વધી જતા એરપોર્ટ પર કસ્ટમ વિભાગ અને ડીઆરઆઇ સહિતની એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી હોવાથી સોનાના દાગીનાની ખરીદી પણ થઇ રહી છે. ખાસ કરીને વિદેશથી આવતા પેસેન્જરો પર કસ્ટમ અને એર ઇન્ટેલીજન્સના અધિકારીઓ એલર્ટ થઇ ગયા છે.
ગોલ્ડના સતત ભાવ વધારાને કારણે દાણચોરી વધવાની શક્યતાઓ પણ વધી ગઇ છે. દુબઈથી આવતા પેસેન્જરો અને કેરિયરો પર ડીઆરઆઇ અને કસ્ટમના અધિકારીઓએ નજર રાખવાનુ શરૂ કરી દીધુ છે. સૂત્રોએ જણાવ્યું કે, અખાતી દેશમાંથી આવતા પેસેન્જરો પર ખાસ નજર રાખવામા આવશે. દુબઈ ઉપરાતં મસ્કત, શારજાહ અને દોહાના પેસેન્જરો પર કસ્ટમ અને ડીઆરઆઇના રડારમાં છે. દુબઇ ફરવા ગયેલા પેસેન્જરો પણ ગોલ્ડની ખરીદી કરતા હોય છે એટલુ જ નહિ કેરિયરો પણ કમિશન લઇને દાણચોરી કરવા ટેવાયેલા હોય છે અને યેનકેન પ્રકારે ગોલ્ડ બિસ્કીટ અથવા તો ગોલ્ડ પેસ્ટ લઇને આવતા હોય છે. લિક્વીડ ફમમાં પણ ગોલ્ડની દાણચોરી થઈ રહી છે.
હાલ 10 ગ્રામ ગોલ્ડની કિંમત 63,500 છે જેની સરખામણીમાં દુબઈમાં 15 ટકા ઓછો ભાવ છે જેના કારણે પ્રોફિટ માર્જીન વધારે હોવાથી દાણચોરી વધુ થાય છે અને દાણચોરોની સિન્ડીકેટ ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લગ્ન સીઝન હોવાથી ગોલ્ડની ખરીદી પર ચોક્કસ પ્રમાણે અસર જોવા મળશે. સૂત્રોએ જણાવ્યુ કે, 65,500 ગોલ્ડનો ભાવ પહોચી ગયા બાાદ એકાએક 63,500 ગોલ્ડનો ભાવ થતાં બે હજાર જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ગોલ્ડના ભાવમાં ઘટાડો થયો ત્યારે ખરીદી કરનારાઓ ફાવી જશે. નવી ખરીદી કરવી મુશ્કેલ બની જશે એવુ લાગી રહ્યુ છે.ગોલ્ડ ખરીદવા કરતા ગોલ્ડનું વેચાણ કરવા આવતા ગ્રાહકોની સંખ્યા પણ વધારે જોવા મળશે એવુ વેપારીઓનું માનવું છે.


