- બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત
- ડમ્પરચાલક અકસ્માત સર્જી ફરાર
- મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે અરવલ્લીમાં ધનસુરાના અંબાસર પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક અને ડમ્પર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે. અકસ્માતમાં બાઇક સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
આ અંગેની માહિતી અનુસાર, અરવલ્લીના ધનસુરા નજીક અંબાસર પાસે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અંબાસર ના રહેવાસી યુવકોના મોત નિપજ્યા છે. દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજસિંહ સોલંકી નામના યુવકોના મોત નિપજ્યા છે.
નોંધનીય છેકે, અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક ફરાર થયો હતો. પોલીસે ડમ્પર કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ડમ્પરના માલિકની પણ તપાસ હાથ ધરી છે. ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.
જ્યારે યુવકોના મોતને લઈ સમગ્ર અંબાસર ગામમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક ફરાર થયો હતો. અરવલ્લીના ધનસુરાના અંબાસર પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો.


