- દાસજ ગામ નજીક બનતું હતું નકલી જીરું
- મોટી માત્રામાં નકલી જીરાનો જથ્થો પકડાયો
- મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે કાર્યવાહી કરી
ઊંઝામાં નકલી જીરૂં બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં દાસજ ગામ નજીક નકલી જીરું બનતુ હતું. તેમાં મોટી માત્રામા નકલી જીરાનો જથ્થો પકડાયો છે. ત્યારે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.
દાસજ રોડ ઉપરથી નકલી જીરું બનાવતી ફેકટરી પકડાઈ
ઊંઝાના દાસજ રોડ ઉપરથી નકલી જીરું બનાવતી ફેકટરી પકડાઈ છે. મહેસાણા જિલ્લા ફૂડ વિભાગની કાર્યવાહીમાં ફેકટરીમાં નકલી જીરું ઝડપાયું છે. તેમાં મોટી માત્રામાં નકલી જીરાનો જથ્થો પકડાતા હવે લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. જીરું પણ આપણા મસાલાની યાદીમાં મોખરે હોય છે. રસોઈ બનાવતી વખતે જીરાનો ઉપયોગ એકદમ સામાન્ય છે. ખાવામાં સ્વાદ ઉમેરવા ઉપરાંત જીરું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો કે આજકાલ નકલી જીરું બજારમાં મળી રહ્યું છે. ત્યારે, જીરું ખરીદતી વખતે તમે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને અસલી અને નકલી જીરુંની ઓળખ કરી શકો છો.

નકલી જીરું ઘાસના ફૂલોમાંથી બનાવવામાં આવે છે
નકલી જીરું ઘાસના ફૂલોમાંથી બનાવવામાં આવે છે. ખરેખર, નદીઓના કિનારે એક પ્રકારનું ઘાસ ઉગે છે, જેમાંથી ફૂલોની સાવરણી બનાવવામાં આવે છે. કેટલાક લોકો આ ઘાસને પાણીમાં ઉકાળીને ગોળની ચાસણીમાં પકાવી લે છે. આ પછી ઘાસને સૂકવવા માટે રાખવામાં આવે છે. સૂકાયા બાદ ઘાસનો રંગ જીરા જેવો દેખાવા લાગે છે. ત્યાર બાદ તેમાં સ્ટોન અથવા સ્લરી પાવડર મિક્સ કરીને ફિલ્ટર કરવામાં આવે છે. આવું કરવાથી આ ઘાસ બિલકુલ અસલી જીરા જેવું લાગે છે.
નકલી જીરું કેવી રીતે ઓળખવું
તમે અસલી અને નકલી જીરુંને ઓળખવા માટે પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક વાસણમાં પાણી લો, હવે તેમાં થોડું જીરું ઉમેરો. આ બાદ નકલી જીરું થોડા સમય પછી રંગ ગુમાવવાનું શરૂ કરશે. આ ઉપરાંત, નકલી જીરું પણ પાણીના સંપર્કમાં આવતા જ તૂટવા લાગે છે. આ સિવાય જો તમને જીરાની ગંધ ન આવે તો તમે સમજી જશો કે જીરું નકલી છે.


