- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાને પરિપત્ર
- અંબાનગર સ્કૂલમાં રામ નામનો પ્રચાર શરૂ
- એક દિવસ માટે 10થી 15 મિનિટ રામ પ્રવચન થશે
સુરતની શાળામાં રામ નામનો પ્રચાર શરૂ થયો છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાને પરિપત્ર જાહેર કર્યો છે. અંબાનગર સ્કૂલમાં રામ નામનો પ્રચાર શરૂ થયો છે. તેમાં એક દિવસ માટે 10થી 15 મિનિટ રામ પ્રવચન થશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પરવાનગી આપી છે.
શહેરની શાળામાં રામ નામનો પ્રચાર શરૂ થયો
શહેરની શાળામાં રામ નામનો પ્રચાર શરૂ થયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાને પરિપત્ર છે. તેમાં શાળા ક્રમાંક-11થી રામનામનો પ્રચાર શરૂ થયો છે. એક દિવસ માટે 10 થી 15 મિનિટ રામ નામના પ્રવચન કરવાના રહેશે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પરવાનગી આપી છે. અમદાવાદમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરાશે. તેમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિએ નિર્ણય લીધો છે.
પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે બાળકો 15 મિનિટ રામધૂન કરશે
પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે બાળકો 15 મિનિટ રામધૂન કરશે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનનું નિવેદન છે કે ભગવાન રામના જીવન અંગે જાગૃતતા આવે તે હેતુ છે. અમદાવાદ જિલ્લામાં 800થી વધારે સરકારી સ્કૂલ છે. વિદ્યાર્થીઓ પાસે સ્કૂલમાં દીવા પ્રગટાવવા સૂચના છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરેક સ્કૂલમાં ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવશે. તેમાં ભગવાન રામના જીવન ચરિત્ર પર ક્વિઝ સ્પર્ધા યોજાશે.


