- મધ્યપ્રદેશમાં મોહન યાદવ મુખ્યમંત્રી પદના શપથ લેશે
- છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાંઈ રાયપુરમાં શપથ લેશે
- બે ડેપ્યુટી CM પણ પદના શપથ લેશે
મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા લોકોના મનમાં એક જ સવાલ હતો કે આ બંને રાજ્યોના આગામી મુખ્યમંત્રી કોણ હશે? ભાજપના મધ્યપ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની બેઠક બાદ ડૉ.મોહન યાદવને સર્વસંમતિથી નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શિવરાજ કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા મોહન યાદવને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાંઈના નામ પર સર્વસંમતિ સધાઈ છે. બુધવારે મોહન યાદવ અને વિષ્ણુ દેવ સાઈ મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેશે. આ સંદર્ભે મંગળવારે દિવસભર તૈયારીઓ ચાલુ રહી હતી. સુરક્ષા માટે હજારો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે પીએમનું સ્વાગત કરવા અને નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવતા બેનરો અને પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
મોહન યાદવ મુખ્યમંત્રી પદના શપથ લેશે. બે ડેપ્યુટી CM પણ પદના શપથ લેશે, રાજેન્દ્ર શુક્લા, જગદીશ દેવડા DyCM પદના શપથ લેશે. શપથ સમારોહમાં PM મોદી રહેશે ઉપસ્થિત.મુખ્યમંત્રી સાથે 20 જેટલા મંત્રીઓ પણ શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા રહેશે ઉપસ્થિત. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. કોંગ્રેસના નેતાઓને પણ આપવામાં આવ્યું છે આમંત્રણ.
છત્તીસગઢમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
વિષ્ણુદેવ સાય મુખ્યમંત્રી પદના શપથ લેશે. બે ડેપ્યુટી CM પણ પદના શપથ લેશે. વિજય શર્મા ડેપ્યુટી CM પદના શપથ લેશે. અરૂણ સાવ ડેપ્યુટી CM પદના શપથ લેશે. શપથ સમારોહમાં PM મોદી રહેશે ઉપસ્થિત. મુખ્યમંત્રી સાથે 10 જેટલા મંત્રીઓ પણ શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા રહેશે ઉપસ્થિત. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. કોંગ્રેસના નેતાઓને પણ આપવામાં આવ્યું છે આમંત્રણ
વિષ્ણુ દેવ સાંઈ રાયપુરમાં શપથ લેશે
છત્તીસગઢમાં બીજેપી વિધાયક દળના નેતા વિષ્ણુ દેવ સાઈ બુધવારે બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાયપુરની સાયન્સ કોલેજના મેદાનમાં યોજાશે. આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાફિકને લઈને એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે.
પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થશે
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રી મોહન યાદવ, બે ડેપ્યુટી સીએમ અને કેટલાક મંત્રીઓ પણ 13 ડિસેમ્બર બુધવારે શપથ લેશે. મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ઘણા રાજ્યોના સીએમ અને ઘણા VIP મહેમાનો પણ ભાગ લેશે. આ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે.


