- રસ્ક શહેરમાં પોલીસ સ્ટેશનને બનાવાયું નિશાન
- હુમલા માટે અલગાવવાદી સૂમહ જૈશ-અલ-અદલ જવાબદાર
- સિસ્તાન અને બલૂચિસ્તાન ઈરાનના સૌથી ઓછા વિકસિત વિસ્તારો
ઈરાનના દક્ષિણ પૂર્વી વિસ્તારમાં એક પોલીસ સ્ટેશન પર ગઈકાલે મોડી રાતે અલગાવવાદીઓએ હુમલો કર્યો, મળતી માહિતિ અનુસાર આ હુમલામાં 11 લોકોના મોત થયા છે તો અન્ય અનેક લોકો ઘાયલ થયા છે. અન્ય માહિતિ અનુસાર અલગાવવાદી સમૂહના કેટલાક લોકોએ રાજધાની તેહરાનથી લગભગ 1400 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં રસ્ક શહેરમાં રાતના 2 વાગે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.
જવાબી કાર્યવાહીમાં અનેક હુમલાખોરના પણ મોત
સિસ્તાન અને બલૂચિસ્તાનના ડેપ્યુટી ગર્વનર અલી રેજા મરહેમાતીએ કહ્યું કે પોલીસે જવાબી કાર્યવાહીમાં અનેક હુમલાખોરને માર્યા છે. તેમાં અનેક પોલીસ અધિકારીઓ સહિત અન્ય પોલીસ કર્મીઓના પણ મોત થયા છે તો અનેક ઈજાગ્રસ્ત થયા છે.
હુમલા માટે અલગાવવાદી સૂમહ જૈશ-અલ-અદલ જવાબદાર
ઈરાનથી મળી રહેલી માહિતી અનુસાર હુમલા માટે અલગાવવાદી સૂમહ જૈશ-અલ-અદલ જવાબદાર ગણાવાયા છે. 2019માં જૈશ અલ-અદલે એક બસ પર બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી હતી. તેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના 27 સભ્યોના મોત થયા હતા. હાલમાં સુન્ની બહુલ વિસ્તારમાં આતંકવાદીઓ અને નાના અલગાવવાદી સમૂહે સરકારની વિરોધમાં નિમ્ન સ્તરના વિદ્રોહના રૂપમાં પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો છે.
ઈરાનના સૌથી ઓછા વિકસિત વિસ્તારોમાંથી એક
સિસ્તાન અને બલૂચિસ્તાન ઈરાનના સૌથી ઓછા વિકસિત વિસ્તારોમાંથી એક છે. તેહરાનમાં 22 વર્ષની મહિલા મહસા અમીનીની પોલીસે ધરપકડ કરી અને તેના મોત પર દેશવ્યાપી પ્રદર્શન બાદ આ રેલીઓ પર ભારે કાર્યવાહી કરાઈ.


