- અમરેલીના કુકાવાવના ખેડૂતને રૂ. 1ની નોટિસ આપી
- માત્ર એક રૂપિયા માટે ખેડૂતને કોર્ટ ઢસડી ગઇ
- 1 રૂપિયા માટે ખેડૂતને પાઠવી હતી કોર્ટની નોટિસ
1 રૂપિયાની નોટિસ આપનાર અધિકારીની બદલી કરવામાં આવી છે. મહિલા કર્મચારીની 100 કિમી દૂર બદલી કરાઈ છે. તેમાં અમરેલીના કુકાવાવના ખેડૂતને રૂ. 1ની નોટિસ આપી હતી. માત્ર એક રૂપિયા માટે ખેડૂતને કોર્ટ ઢસડી ગઇ હતી.
1 રૂપિયા માટે ખેડૂતને કોર્ટની નોટિસ પાઠવી હતી
1 રૂપિયા માટે ખેડૂતને કોર્ટની નોટિસ પાઠવી હતી. 7 વર્ષ પહેલાની ઘટનામાં ખેડૂત પાસે ઉઘરાણી કરી હતી. રદ્દ કરેલા કનેક્શનની PGVCLએ નોટિસ આપી હતી. નાની કુંકાવાવ ખેડૂતને થોડા દિવસ પહેલા એક રૂપિયાની PGVCL દ્વારા નોટિસ અપાઈ હતી. ખેડૂત પાસેથી એક રૂપિયો લેવા રૂ.5 ની ટીકીટ લગાવી નોટિસ મોકલવાઈ હતી. 9 તારીખના રોજ ખેડૂતને એક રૂપિયો ભરવા લોકઅદાલતમાં હાજર રહેવા નોટિસ હતી.
એક રૂપિયાની આપેલ નોટિસ બાબતે મહિલા કર્મચારીની 100 કી. મી.દૂર બદલી
મીડિયાના અહેવાલ બાદ ખેડૂતનો એક રૂપિયો લોક અદાલતમાં PGVCL દ્વારા લેવામાં પણ આવ્યો ન હતો. નોટિસ આપનાર કર્મચારી સામે પગલા લેવા PGVCL દ્વારા આદેશ અપાયા હતા. જેમાં કુકાવાવમાં PGVCL કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી દ્વારા નોટિસ મોકલવાઈ હતી. જેમાં કુંકાવાવથી રાજુલા ખાતે મહિલા કર્મચારીની બદલી કરાઈ છે. એક રૂપિયાની આપેલ નોટિસ બાબતે મહિલા કર્મચારીની 100 કી. મી.દૂર બદલી કરાઈ છે.


