- 31 માર્ચ ના રોજ લેવાશે ગુજકેટની પરીક્ષા
- અગાઉ 2 એપ્રિલ ના રોજ પરીક્ષા લેવા કરાઈ હતી જાહેરાત
- બોર્ડની પરીક્ષા હોવાના કારણે તારીખ બદલાઈ
ગુજકેટની પરીક્ષાને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ વિભાગે ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. Gujcet ની પરીક્ષા જે પહેલા 2 એપ્રિલના રોજ લેવામાં આવનાર હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ગુજકેટની પરીક્ષા વહેલી લેવામાં આવશે. હવે ગુજકેટની પરીક્ષા 31 માર્ચના રોજ લેવામાં આવશે. મળતી માહિતી મુજબ, ગુજરાત બોર્ડની પરીક્ષાને કારણે ગુજકેટની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે.


