- ચાર ડિરેક્ટરોએ ઉઘરાવેલું ફંડ અન્ય કંપનીઓ અને કન્સ્ટ્રક્શનમાં ડાયવર્ટ કર્યુ
- ગુજરાત સહિત ચાર રાજ્યોમાં મિલકતો વસાવી હતી
- લોકોના ફંડના નાણા પાછા નહિ આપીને કરોડાનુ ફંડ ડાઇવર્ટ કર્યુ
માઇક્રો ફાયનાન્સ લિમિટેડના ડિરેકટરોએ લોકો પાસેથી એડવાન્સમાં ઉઘરાવેલા નાણા પરત નહિ કરીને અન્ય સહભાગી કંપનીઓમાં રોકાણ કરીને ફુલેકુ ફેરવી નાખતા ઇડીએ ગુજરાત, ઓડિશા,છત્તીસગઢ અને રાજસ્થાનમાં 218 કરોડની મિલકતો જપ્ત કરી છે. બેન્ક ખાતાઓમાં પડેલા 75 લાખ ફ્રીજ કરી દીધા છે.
સીબીઆઇએ માઇક્રો ફાયનાન્સ લિમિટેડ,માઇક્રો લીઝીગ એન્ડ ફંડીગ લિમિટેડ,માઇક્રો કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ સામે અને કંપનીના ડિરેક્ટરો દુર્ગાપ્રસાદ મિશ્રા, ઉપેન્દ્રનાથ મિશ્રા, વૈકુઠનાથ પટનીક,સુરેશ પરીદા સામે કેસ દાખલ કર્યો હતો. સીબીઆઇએ અન્ય કંપનીઓ મહાવીર ડેરી એન્ડ એગ્રો પ્રોસેસર્સ લિમિટેડ, એ.એમ. એન્ટરપ્રાઇઝ અને ગૌરી વિનાયક બિલ્ડર એન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ સામે પણ તપાસ કરીને ચાર્જસીટ ફાઇલ કર્યુ હતુ. સીબીઆઇની તપાસ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીગ એક્ટ હેઠળ ગૂનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ઇડીની તપાસમાં એવી માહિતી બહાર આવી કે, માઇક્રો ફાયનાન્સના ડિરેક્ટરોએ જુદા જુદા પ્રોજેક્ટ માટે લોકો પાસેથી કરોડો રૂપિયાનુ ફંડ એકત્ર કર્યુ હતુ. પ્રોજેક્ટોના કામ શરૂ થયા નહિ અને લોકોના ફંડના નાણા પાછા નહિ આપીને કરોડાનુ ફંડ ડાઇવર્ટ કર્યુ હતુ. ચાર રાજ્યોમાં સ્થાવર અને જંગમ મિલકતો ખરીદીને તેમા રોકાણ કરીને ગેરકાયદે નાણાનુ રોકાણ કરીને મની લોન્ડરીગ કર્યુ છે.


